
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગામ પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ટી.એસ.પી.યોજના વર્ષ-19/20 તેમજ 14માં નાણાંપંચની યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરીને દોષિતો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
ઘોઘંબા તાલુકાના દુધાપુરા ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ, તલાટી, તાલુકા પંચાયત કચેરીના આ.મા.ઈ.અને પ્રધાનમંત્રી યોજનાના ગ્રામ સેવક રોજગાર સેવક વિસ્તરણ અધિકારી એકાઉન્ટન્ટ જેવા ઉપર કર્મચારીઓના મેળાપીપણામાં નાણાંકિય લેવડ દેવડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કામો સ્થળ ઉપર કર્યા વગર ભ્રષ્ટાચાર કરેલ છે પંચાયત દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આદિવાસી લાભાર્થીના નામ કમી કરવા સામાન્ય સભા કે ગ્રામસભા કર્યા વગર ઠરાવો કરીને આદિવાસીઓને આવાસ યોજનાથી વંચિત રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી રાઠવા મંગાભાઈ કાળુ હોય પત્નિનુ નામ રૂપલીબેન છે ત્યારે આ લાભાર્થીના સ્થાને મંગાભાઈ કલીયાભાઈ રાઠવા અને પત્નિ કમલીબેનના ખાતામાં પૈસા નાંખીને ભ્રષ્ટાચાર આચરેલ છે આમ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરેલ છે. આવાસ અને મનરેગા યોજનાના કામોમાં સ્થળ તપાસ કર્યા વગર કચેરીમાં બેસીને ટેકનીકલ એન્જિનિયર ડિપાર્ટ બનાવવામાં આવ્યા છે. આમ દુધાપુરા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી, ડે.સરપંચના મેળાપીપણામાં મોટાપ્રમાણમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવામાં ગ્રામજનો અને માજી સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામા આવી છે.