
- જુના સર્વે નં-21 વાળી મિલ્કત પડાવી પાડવાની પેરવીમાં સરપંચનો મનસ્વી ગેરવહીવટ.
ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના સરસવા ગામ હાથણી માતાના મેઈન રસ્તાની નાયક ફળિયા, આંગણવાડી તથા સ્મશાનને જોડતો રસ્તો વડીલો વખતથી આવેલ હોય જુના સર્વે નં-21 વાળી મિલ્કતમાંથી રસ્તા જાય છે અને આ રસ્તાનો નકશો ઓનલાઈન થયેલ અને માટી મેટલનુ કામ પણ થયેલ છે. ત્યારે પંચાયતના હાલના સરપંચ જે જુના સર્વે નં-21વાળી મિલ્કત પડાવી લેવાની પેરવીમાં હોય અને સત્તાનો દુરૂપયોગ કરી જેસીબી દ્વારા રસ્તા ઉપરની માટી મેટલ ઉખેડી નાંખી રસ્તો દુર કરી દેવામાં આવતા આ બાબતે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી બંધ કરેલ રસ્તો પુન: ચાલુ કરવાની માંગ કરાઈ છે.
ઘોઘંબા તાલુકાના સરસવા ગામ હાથણી માતાના મેઈન રસ્તાની નાયક ફળિયા, સ્મશાન આંગણવાડીને જોડતો રસ્તો વડીલો વખતથી આવેલ આ રસ્તો શાહ શોભનાબેન ગોવિંદલાલના જુના સર્વે નં-21 વાળી મિલ્કતમાંથી રસ્તો જાય છે અને આ રસ્તાનો નકશો પણ વર્ષોથી ઓનલાઈન થયેલ અને 2014માં એન.આર.જી.અંતર્ગત માટી મેટલની કામગીરી થયેલ હતી. ત્યારે હાલના સરપંચ રાઠવા હિરાભાઈ સુરતનભાઈ જે શોભનાબેન શાહની જુના સર્વે નં-21 વાળી મિલ્કત પડાવી લેવાની પેરવીમાં હોય અને હોદ્દાનો દુરૂપયોગ કરી સરપંચ ભાડાનુ જેસીબી લાવીને નાયક ફળિયા, આંગણવાડી અને સ્મશાનને જોડતા રસ્તા ઉપર માટી મેટલને ઉખેડી નાંખી રસ્તાને દુર કરવામાં આવ્યો છે.રસ્તો બંધ કરવા બાબતે કોઈપણ ગ્રામજનો કહેવા જતા ગામનો સરપંચનુ તમોને ફરક નહિ પડે મારી સામે પડશો તો જેલ ભેગા કરાવી તેવી ધમકી આપતા હોય છે. હાલના સરપંચ રાઠવા હિરાભાઈ સુરસીંગભાઈ પોતાના સરપંચના હોદ્દાનો દુરૂપયોગ કરીનો શોભનાબેન શાહની મિલ્કત પાડવી હોવાની પેરવી કરી જુના સર્વે નં-21 આવેલ રસ્તો દુર કરેલ છે ને સર્વે નં-21 વાળી મિલ્કત બાબતે શોભનાબેન શાહ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરેલ છે જે પેન્ડિંગ છે. ત્યારે રસ્તો તોડી નાંખી જમીન સમતલ કરીને ખેતીના પાક નાંખેલ છે. જેની ગ્રામજનો નાયક ફળિયા, આંગણવાડી અને સ્મશાનમાં જવાની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સરસવા ગામના હાલના સરપંચ પોતાના હોદ્દાનો મનસ્વી રીતે દુરૂપયોગ કરી રસ્તો બંધ કરી દેતા ગ્રામજનો દ્વારા ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી રસ્તો પુન: શરૂ કરવા તેમજ સરપંચના હોદ્દાનો દુરૂપયોગ સામે કાર્યવાહીની માંગ કરી છે.