દે.બારીઆ શહેરની એસ.બી.આઈ.શાખાનુ એન્ટ્રી મશીન બંધ હોવાથી ખાતા ધારકોને હાલાકી

દે.બારીઆ,

દે.બારીઆ શહેરમાં ભારતીય સ્ટેટ બેંકની શાખા ચબુતરા શેરીમાં કાર્યરત છે. આ એસબીઆઈની શાખા દશકોથી ઘોઘંબા, ધાનપુર, સીંગવડ જેવા તાલુકાઓ દે.બારીઆ તાલુકામાં સામેલ હતા તે સમય દરમિયાનથી આ શાખામાં બેંકના ગ્રાહકો છે. રેલ્વે આર્મી તેમજ ફોરેસ્ટ વિભાગ જેવા તમામ સરકારી વિભાગોના નિવૃત્ત કર્મચારીઓના શાખાના ખાતા ધારકો હોવાથી તેમના ખાતામાં પેન્શન જમાં થયો કે નથી તેની ખાતરી કરવા માટે એન્ટ્રી મશીન સરળ પડે છે તે એન્ટ્રીનુ મશીન છેલ્લા ધણા સમયથી બંધ હાલતમાં ખોરવાયેલુ હોવાના કારણે ખાતા ધારકોને તેમના ખાતામાં નાણાં જમાં થયા કે નથી તેની જાણ મળતી નથી. તેઓ અભણ ગ્રામ્યના વ્યકિતઓ હોવાથી તેમના પાસે મોબાઈલ હોય તો પણ તેમને ખબર ન પડે ગરીબ અને અનપઢ ખાતા ધારકોને પોતાના નાણાં મેળવવા માટે આમ તેમ રખડવાનો વારો આવ્યો છે. લાગતા વળગતા વિભાગ રીજયોનલ મેનેજર શહેરની શાખાનુ એન્ટ્રી મશીનને રિપેર કરવા માટે તજવીજ હાથ ધરે તો વૃદ્ધો અને સરકારી પેન્શન ધારકોને જે હાલમાં તકલીફ વેઠવાનો વારો આવ્યો છે તેને કોણ અને કયારે દુરૂસ્ત કરાશે તે આવનારો સમય જ બતાવશે.