ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા પાંચ તસ્કરોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ફતેપુરા પોલીસ

  પ્રતિનિધિ : સંજય કલાલ

ફતેપુરા  તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ધુધસ રોડ તથા પોલીસ સ્ટેશન રોડ ઉપર પાંચ જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોર લોકો સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ની 17 ડિસેમ્બર-2022 ના રોજ ચોરી કરી ગયા હતા.

જે બાબતે મૂળ ફતેપુરા તાલુકાના કાળીયા લખણપુરના ગામના વતની અને હાલ ફતેપુરા ધુધસ રોડ ઉપર રહેતા બાબુભાઈ હુમજીભાઇ મછારના ઓએ રોકડ ₹2,50,000 તથા સોના ચાંદીના દાગીના મળી કુલ ₹2,63,000 ની ચોર લોકોએ ચોરી કર્યા બાબતે ફરીયાદ આપતા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેની હ્યુમન ઇન્ટેલિજન સોર્સ આધારે ગુનાના પાંચ આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.