મેક્સિકોના નયારિતમાં પર્યટકોને લઈ જતી બસ પલ્ટી મારી જતાં ૧૫ લોકોના મોત

વોશિંગ્ટનડીસી,

મેક્સિકોના પ્રશાંત તટીય રાજ્ય નયારિતમાં એક નેશનલ હાઈવે પર પર્યટકોને લઈ જતી બસ પલ્ટી મારી જતાં ૧૫ લોકોના મોત થઈ ગયા છે, તો વળી ૪૭ લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ શનિવારે આ પ્રકારની જાણકારી આપી હતી.

નજીકના રાજ્ય ગ્વાનઝુઆતોમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, તમામ યાત્રી રાજ્યના લિયોન શહેરના છે. આપને જણાવી દઈએ કે, મેક્સિકોમાં મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓ સાથે રજા માણવા માટે ગયા અને બસ ભાડે લઈને ગયા હતા.

નયારિતમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના નેશનલ હાઈવે પર આવેલા એક ગામડામાં શુક્રવારે થઈ હતી. મૃતકોમાં લગભગ ચાર બાળકો સામેલ છે. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, પર્યટકો ગ્વાયાબિતોસથી ઉત્તરી પ્યૂતો વર્લાતા શહેર પરત ફરી રહ્યા હતા. હાલમાં આ દુર્ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.