ડ્રગ્સ કેસ : હવે શાહરૂખ ખાન અને અર્જુન રામપાલનું નામ આવ્યું સામે

મુંબઈ,
સુશાંતિંસહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી બોલિવૂડના કેટલાક જાણીતા ચહેરા એજન્સીઓની રડારમાં આવી ગયા છે. સુશાંતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી જેલમાં છે. તો કેસમા અત્યાર સુધી દીપિકા પાદૃુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ જેવી મોટી અભિનેત્રીઓની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. હવે આ સમગ્ર મામલામાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જે અભિનેતાઓની સાથે જોડાયેલો છે.

ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલિવૂડના ચાર મોટા અભિનેતાઓના નામ આપ્યા છે. આ ચાર અભિનેતા શાહ‚ખખાન, રણબીર કપૂર, અર્જુન રામપાલ અને ડિનો મોરિયા છે. બતાવવામાં આવી રહૃાું છે કે શાહ‚ખને અર્જુન રામપાલ ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. જણાવી દઈએ કે એકસાથે ઓમ શાંતિ ઓમ, રાવન જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

રિપોર્ટ મુજબ એનસીબીના એક ઓફિસરનું નામ ન છાપવાનુ શરતે એક મોટી વાતનો ખુલાસો કર્યો છે. અધિકારીએ જણાવ્યું છ કે ડ્રગ્સ પેડલરના સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે કે શાહ‚ખને અર્જુન ડ્રગ્સ સપ્લાઈ કરતો હતો. ડિનો કોને સપ્લાઈ કરતો હતો તેની તપાસ હજુ બાકી છે. જણાવી દઈએ કે અત્યાર સુધી સમાચારોમાં છ,ડ્ઢ,ઇ,જી જેવા કોડ જ સામે આવી રહૃાા હતા. અને કહેવામાં આવી રહૃાુ હતું કે આ ઈડસ્ટ્રીના મોટા અભિનેતાઓ છે.