સુરત: પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્ર્વાસ જાગે તે હેતુથી પુણા પોલીસ સ્ટેશનમાં લોક્સંવાદ યોજાયો

સુરત,

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની પુણા પોલીસ સ્ટેશન ખાતે લોક્સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા પોલીસ અને પબ્લિક વચ્ચે વિસ્તારના વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત શહેરમાં ક્રાઈમ રેટ વધે નહીં તેને લઈ સુરત પોલીસ દ્વારા સતત અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને જેને લઈને સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ કમિશનર અજય તોમર આદેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં સમયાંતરે લોકો સાથે સીધો સંવાદ યોજવામાં આવે છે.

સુરતના પુણા પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી એસીપી પીઆઇ કક્ષાના અધિકારીઓ સાથે પુણા વિસ્તારના અલગ અલગ સોસાયટીના લોકોનો સંવાદ યોજવામાં આવ્યો હતો. કેટલાક જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તારમાં કેવા કેવા પ્રશ્ર્નો છે લોકોને પોલીસની કામગીરીથી કેટલો સંતોષ છે અને પુણા વિસ્તારમાં ગુનાખોરી કે બીજી કોઈ સમસ્યાને ડામવા સ્થાનિક લોકોનો સાથ સહકાર જરૂરી છે. સાથે જ પોલીસ અને પ્રજા વચ્ચે સબંધનો સેતુ બંધાય રહે અને લોક પ્રશ્ર્નોનું નિરાકરણ આવે.

વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે તણાવમાં આવીને આત્મહત્યા કરે છે તેને લઈને વિવિધ શાળાઓમાં જઈને કેમ્પેઈન ચલાવવામાં આવશે. જેનાથી વિધાર્થીઓ આત્મહત્યા ન કરે અને જોકે વિવિધ પ્રશ્ર્નો અને વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃતિઓ સાથે અસામાજિક તત્વોનો આતંકને ડામવા પોલીસ હંમેશા કાર્યરત છે અને સ્થાનિક લોકોના પ્રશ્ર્નો સાંભળી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. સાથે લોકો પાસેથી વિવિધ સૂચનો પણ લેવામાં આવ્યા હતા.