કેદારનાથ,
કેદારનાથમાં ગુરુવારથી જ બરફવર્ષા શરુ થઈ ગઈ છે. ઘણા સમયની રાહ જોયા બાદ અંતે ત્યા બરફવર્ષા શરુ થઈ છે. બરફવર્ષા પછી કેદારનાથ ધામમાં ચારેય બાજુ નજર કરતાં બરફની ચાદર ઢંકાયેલી જોવા મળે છે.
આખરે વિશ્ર્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં હિમવર્ષાનો સમયગાળો શરૂ થયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ કેદારનગરીએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી છે. કેદારનાથ ધામમાં હિમવર્ષા બાદ બીજા તબક્કામાં ચાલી રહેલ પુન:નિર્માણ કાર્ય પણ અટકી ગયું છે. ધામમાં ગઈકાલ એક ઇંચથી વધુ બરફ પડ્યો છે. જો કે ગઈકાલની હિમવર્ષા બાદ હાલ અત્યારે ધામમાં વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે.
હાલમાં ડિસેમ્બરનો મહિનો ચાલી રહ્યો છે અને કેદારનાથમાં અત્યાર સુધી કોઈ હિમવર્ષા થઈ નથી. પરંતુ ડિસેમ્બરના અંતમાં ગઈકાલે એટલે કે ૨૯ ડિસેમ્બરે કેદારનાથમાં હિમવર્ષા જોવા મળી હતી. અત્યારે કેદારનાથમાં ૪૦૦ થી વધુ મજૂરો પુન:નિર્માણ કાર્યમાં લાગેલા છે. સિમેન્ટનું કામ પહેલેથી જ બંધ થઈ ગયું છે. હવે જો હિમવર્ષાનો સમય આ રીતે ચાલુ રહેશે તો આગામી સમયમાં તમામ મજૂરો પણ પરત જતા રહેશે.
હિમવર્ષા પછી કેદારનાથ મંદિર પરિસર બરફથી ઢંકાયેલ છે. સફેદ ચાદરથી ઢંકાયેલ કેદારનાથ ખુબ જ રમણીય લાગે છે. કેદારનાથમાં આજે લઘુત્તમ તાપમાન -૧૭ ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન -૧૧ ડીગ્રી નોંધાયુ હતું. આવતી કાલ એટલે કે ૩૧ ડીસેમ્બરે લઘુત્તમ તાપમાન -૧૭ ડીગ્રી જ્યારે મહત્તમ તાપમાન -૯ ડીગ્રી જવાની શક્યતા રહેલી છે.
કેદારનાથ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ગઈકાલે એટલે કે ગુરુવારે હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં હિમવર્ષા થઈ હતી. હિમવર્ષા બાદ કુલ્લુ પોલીસે એડવાઈઝરી જારી કરીને લોકોને બરફવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપી છે. આ સાથે શ્રીગરમાં પણ ગઈકાલે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. ગઈકાલે બપોરથી શરૂ થયેલી હિમવર્ષાની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહી હતી.