નવીદિલ્હી,
વડાપ્રધાનના માતા હીરાબાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી હતી. હીરાબાનો પાથવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે ત્યારે માતાના નિધન પર પીએમ મોદીને દેશભરના નેતાઓ સહિત જાપાનના પીએમ ફુમિયો કિશિદા, નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે શ્રદ્ધાંજલિ આપી છે.
જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ હીરા બાના નિધન પર દુખ વ્યક્ત કર્યુ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતાના નિધન પર મારી સંવેદના.
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂત અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિ:સ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.