શિંદે જૂથ આરએસએસનું કાર્યાલય હડપ કરી શકે છે: ઉદ્ધવ ઠાકરે

મુંબઇ,

શિવસેનાના એક જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સાવચેત રહેવું જોઈએ, કારણ કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ’દુષ્ટ નજર’ છે અને તેઓ સંઘ કાર્યાલય હડપ કરી શકે છે. શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના સ્થાપક ડૉ.

કે બી હેડગેવારના સ્મારક હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધાના કલાકો પછી ઠાકરેએ આ નિવેદન કર્યું હતું. બંને નેતાઓએ ડૉ. હેડગેવાર અને આરએસએસના વિચારક એમએસ ગોળવલકરના સ્મારકો પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ સંઘના હોદ્દેદારોને પણ મળ્યા હતા. બુધવારે, સેનાના બંને જૂથો દક્ષિણ મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્યાલયમાં પાર્ટી કાર્યાલયનો કબજો મેળવવા માટે સામસામે આવી ગયા હતા. એક કલાક સુધી તંગદિલી સર્જાઈ હતી.

ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે જે લોકોમાં કંઇ કરવાની હિંમત નથી, તેઓ અન્ય પક્ષોના કાર્યાલયો ચોરી અને કબજે કરવામાં વ્યસ્ત છે. નાગપુરમાં વિધાન ભવન પરિસરમાં ઠાકરેએ કહ્યુ હતું કે ’ગઈકાલે, તેઓએ મુંબઈમાં અમારી ઓફિસને કબજે કરવાનો પ્રયાસ કર્યો. આજે તેઓ ઇજીજી કાર્યાલયમાં ગયા હતા. આરએસએસ મજબૂત છે, તેથી તેઓ તેના કાર્યાલય પર કબજો કરી શક્યા નથી. પરંતુ આરએસએસને હવેથી સતર્ક રહેવાની જરૂર છે. શિંદેની તેના પર ખરાબ નજર છે.’ ઠાકરેના નિવેદન પર પ્રતિક્રિયા આપતા રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ ઠાકરે સામે પર કાચિંડા કરતાં ઝડપથી રંગ બદલવાનો આક્ષેપ કર્યો હતો.