નવસારી,
નવસારી સેશન્સ કોર્ટમાં આજે સવારે ૧૧:૩૦ વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. જોકે, સબનસીબે મહિલા જજને પથ્થર વાગ્યો નહોતો. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતા આરોપી પર ફિટકાર વરસવા સાથે નવસારી બાર એસોસિએશનને સમગ્ર ઘટનાને વખોડી હતી.
૨૦૧૯ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળીયો ગુલાબ રાઠોડ જે મૂળ સુરત રહે છે. તેણે નવસારીના કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી અને ૩૨૬ના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જે પૈકી આજે સવારે ૧૧:૩૦ વાગે થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર. દેસાઈ ઉપર કોર્ટ કાર્યવાહી કરવા દરમિયાન ખીસામાંથી પથ્થર કાઢીને છૂટો ફેંક્યો હતો. જોકે, સદનસીબે એ પથ્થર દિવાલ ઉપર ટકરાયો હતો અને મહિલા જજનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા કોર્ટ પરિસરમાં આ ઘટનાને લઈને નિંદા કરવામાં આવી છે. અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો, જોકે, ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું.
આરોપીએ જેલમાંથી પથ્થર પોતાના ખિસ્સામાં મૂક્યો હતો અને જેલ જપ્તાની નજર ચૂકવીને કોટરૂમ સુધી પથ્થર લઈ ગયો હતો. આ સમગ્ર મુદ્દે જેલ જાપ્તાએ પણ આરોપીની ચકાસણી કરવી જોઈતી હતી તેવી વાત પરિસરમાં ચર્ચા રહી છે. અગાઉ આ જ આરોપીએ જો જજ ઉપર ચપ્પલ મારીને હુમલો કર્યો હોય તેવા આરોપીને ચકાસણી થવી જોઈએ તેવી વાત પણ ચર્ચા રહી છે.
નવસારીના સિનિયર એડવોકેટ પ્રતાપ મહિડાના જણાવ્યા મુજબ કોર્ટ પરિસરમાં કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિઓ જજો સુરક્ષિત ન હોય તો આમ વ્યક્તિઓની વાતો શું કરવી? આજ આરોપીય અગાઉ પણ એમ.એ. શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. ત્યારે જેલ જાપાની પણ ફરજ બને છે કે તેની ચકાસણી કરીને તેને કોર્ટ રૂમ સુધી લાવવો જોઈએ આ હુમલાની ઘટનાને બાર.એસોસિએશન સખત શબ્દોમાં વખોડે છે.