નવીદિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેની કારને અકસ્માત નડ્યો હતો. રિષભને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. જ્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે. ખાનપુરના ધારાસભ્ય ઉમેશ કુમાર તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ૠષભ પંતને કપાળ અને પગમાં ઈજા થઈ છે. માહિતી મળતાં જ દેહતના પોલીસ અધિક્ષક સ્વપ્ન કિશોર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સક્ષમ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ૠષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દિલ્હી રેફર કરવામાં આવી રહ્યા છે. ત્યાં તેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવશે.આ અકસ્માતના સમાચાર મળતા જ પંતનો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો.
ૠષભ પંત દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે જઈ રહ્યો હતો. જે સમયે તેણે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આગ લાગી હતી. પંત હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતના વિકેટકીપર-બેટ્સમેન ૠષભ પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. સ્થળ પર હાજર લોકોએ ૧૦૮ની મદદથી પહેલા રૂડકી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. પંતને સારવાર માટે દિલ્હી રીફર કરવામાં આવ્યો છે. આ માર્ગ અકસ્માત દ્ગૐ-૫૮ પર મેંગલોર કોતવાલી વિસ્તારમાં થયો હતો. ૠષભ પંતની કાર એટલી સ્પીડથી ટકરાઈ કે ટક્કર બાદ તે હવામાં ઉછળીને ડિવાઈડરના પોલ સાથે અથડાઈ અને રોડની બીજી બાજુ પર પડી. કાર અથડામણના સ્થળેથી લગભગ ૧૦૦ મીટર દૂર પડી હતી.અકસ્માત બાદ રિષભ પંતની કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણપણે બળીને રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. જેણે પણ રિષભ પંતની કારની હાલત જોઈ છે તેને આ અકસ્માતની તીવ્રતાનો અંદાજ આવી શકે છે. કાર જે રીતે હાલતમાં છે તે જોતા લાગે છે કે અકસ્માત સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી. ઘટનાસ્થળે હાજર લોકોની તાત્કાલિક સક્રિયતાને કારણે કાર સળગી જાય તે પહેલાં ૠષભ પંતને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાલમાં ૠષભને ગંભીર ઈજાઓ થઈ છે.