માર્ગ અકસ્માતમાં ૫ ક્રિકેટરો દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે

નવીદિલ્હી,

રિષભ પંત રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. પંત અને તેના કારના જે ફોટો સામે આવી રહ્યા છે તે હેરાન કરનારા છે. ચાહકો તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. પંત સાથે આ દુર્ઘટના રૂડકીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન બની હતી. રાહત આપતા સમાચાર એ છે કે ભારતીય વિકેટ કીપર બેટ્સમેન પંતે આ ગંભીર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેમની કાર બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આવી દુર્ઘટનામાં ઘણા ક્રિકેટરોના જીવ ગયા છે. આ વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયન દિગ્ગજ એન્ડૂ સાયમન્ડ્સના અકસ્માતની ભયાનક ફોટોને ચાહકો હજુ પણ ભૂલી શક્યા નથી.

મે ૨૦૨૨માં સાયમન્ડ્સે એક માર્ગ અકસ્માતમાં દુનિયાને અલવિદા કહ્યું. ટાઉન્સવિલેથી લગભગ ૫૦ કિમી દૂર હર્વે રેન્જમાં તેનો અકસ્માત થયો હતો.

માર્ચ ૨૦૧૨માં વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર રુનાકો મોર્ટનનું ૩૩ વર્ષની વયે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે મય ત્રિનિદાદના ચેઝ ગામમાં હાઈવે પર એક પોલ સાથે અથડાયો હતો.

માર્ચ ૨૦૦૨માં, ઈંગ્લિશ ક્રિકેટર બેન હોલીયોકની કાર દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તે સમયે તેની સાથે તેની એક ગર્લફ્રેન્ડ હતી, જે બચી ગઈ હતી, પરંતુ ૩ અઠવાડિયા સુધી કોમામાં રહી હતી.

મંજુરૂલ ઇસ્લામ રાણાએ ૧૬ માર્ચ ૨૦૦૭ના રોજ ૨૨ વર્ષની વયે માર્ગ અકસ્માતમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. બાંગ્લાદેશની ટીમ ૨૦૦૭ના વર્લ્ડ કપ માટે વેસ્ટ ઈન્ડિઝમાં હતી. તે જ સમયે, તેની બાઇક મીની બસ સાથે અથડાઈ હતી અને તે ગેટની કિનારે એક થાંભલા સાથે અથડાઈ હતી.

ફેબ્રુઆરી૨૦૨૧ માં, વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર એઝરા મોસેલીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તે સમયે તેમની ઉંમર ૬૩ વર્ષની હતી. બાર્બાડોસમાં એબીસી હાઇવે પર સાઇકલ ચલાવતી વખતે તેને કારે ટક્કર મારી હતી.