ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર વિવાદ: કર્ણાટકમાં એફઆઇઆર દાખલ

શિવમોગા,

ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર પર બુધવારે કર્ણાટકના શિવમોગા જિલ્લામાં કથિત અભદ્ર ભાષા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શિવમોગા જિલ્લા કોંગ્રેસ સમિતિના એચએસ સુંદરેશની ફરિયાદના આધારે પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. પ્રજ્ઞા ઠાકુર લોક્સભામાં ભોપાલનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમની સામે આઇપીસી કલમ ૧૫૩છ, ૧૫૩મ્, ૨૬૮, ૨૯૫છ, ૨૯૮, ૫૦૪ અને ૫૦૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રવિવારે શિવમોગામાં હિંદુ જાગરણ વેદિકના દક્ષિણ ક્ષેત્રના વાર્ષિક સંમેલનમાં બોલતા પ્રજ્ઞા ઠાકુરે હિંદુઓમે પોતાના ચાકુઓ ધારદાર રાખવા આહવાન કર્યું હતું. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, ’તમારા ઘરમાં હથિયાર રાખો અને બીજું કંઈ નહીં તો શાકભાજી કાપવા માટે ધારદાર ચાકુઓ રાખો. ખબર નથી કે ક્યારે કઈપરિસ્થિતિ ઊભી થઈ શકે છે. બધાને આત્મરક્ષાનો અધિકાર છે. જો કોઈ આપણા ઘરમાં ઘૂસીને આપણા પર હુમલો કરે તો તેને મુંહતોડ જવાબ આપવાનો આપણો અધિકાર છે.

પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, અહીં જેહાદની પરંપરા છે, જો તેઓ કંઈ નથી કરી શક્તા તો લવ જેહાદ કરે છે. જો તેઓ પ્રેમ કરે તો પણ તેમાં જેહાદ કરે છે. આપણે (હિંદુઓ) પણ ભગવાનને પ્રેમ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ, એક સાધુ તેના ભગવાનને પ્રેમ કરે છે.

જણાવી દઈએ કે વિવાદાસ્પદ ધારાસભ્ય વિરૂદ્ધ આ કેસમાં આ બીજી એફઆઇઆર છે. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલે અને તહસીન પૂનાવાલા દ્વારા પણ બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મામલો હેટ સ્પીચ સાથે સંબંધિત છે અને આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. તેમણે કહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુરે જે કહ્યું છે તે સ્પષ્ટપણે હેટ સ્પીચનો મામલો છે અને તેમની સામે હેટ સ્પીચનો કેસ ચાલવો જોઈએ. જયરામ રમેશે આરોપ લગાવ્યો કે કર્ણાટકના શિવમોગામાં એક કાર્યક્રમમાં બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ટિપ્પણી હેટ સ્પીચનું સ્પષ્ટ ઉદાહરણ છે.