૩૧ ડિસેમ્બરને લઈ મોટી કાર્યવાહી:શામળાજી પોલીસે અણસોલ પાસેથી રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી લાખોનો દારૂ ઝડપ્યો

હિંમતનગર,

૩૧ ડિસેમ્બરને લઈ આંતરરાજ્ય સરહદો પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કડક વાહન ચેકીંગમાં ક્યારેક મોટી માત્રામાં વિદેશી દારૂ જડપાતો હોય છે. ત્યારે વધુ એક દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે.શામળાજી પાસે આવેલા રતનપુર બોર્ડર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયો છે.

રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું કડક ચેકીંગ હાથ ધરાય છે. ત્યારે આજે રતનપુર ચેકપોસ્ટ પાસે આવેલા અણસોલ ગામ પાસે શામળાજી પોલીસ દ્વારા એક કન્ટેનર શંકાસ્પદ જણાયું હતું. જેમાં તપાસ કરતા કન્ટેનરમાંથી ૧૩ લાખ રૂપિયાની કિંમતની કુલ ૪૫૦૦ નંગ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે હજુ ૩૧ ડિસેમ્બરને બે દિવસ બાકી છે, ત્યારે અત્યારથીજ બુટલેગરો જાણે ઉજવણી માટે દારૂનો સ્ટોક કરતા હોય એમ શામળાજી પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.