નેલ્લોર,
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુનો રોડ શો હતો. આ રોડ શો દરમ્યાન નાસભાગમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામા ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રોડ -શો ભારે ભીડ એકત્ર થતાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના એનટીઆર ટ્રસ્ટે મૃતકોના પરિવારજનોને ૧૦ લાખની આથક સહાયની જાહેરાત કરી છે
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લાના કંદુકુર ખાતે ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુનો રોડ શો હતો. આ રોડ શો દરમ્યાન નાસભાગમાં આઠ લોકોના મોત થયા છે. જ્યારે આ ઘટનામા ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ રોડ -શો ભારે ભીડ એકત્ર થતાં બંધ કરવામાં આવ્યો છે. જ્યારે ચંદ્રબાબુ નાયડુના એનટીઆર ટ્રસ્ટે મૃતકોના પરિવારજનોને ૧૦ લાખની આથક સહાયની જાહેરાત કરી છે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુના રોડ શોમાં નાસભાગ મચી હતી. જેમાં મળતી માહિતી મુજબ ૮ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ચંદ્રબાબુ નાયડુ બુધવારે સાંજે કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા. જ્યારે તેમનો કાફલો ગુડમ ગટર કેનાલને પાર કરી રહ્યો હતો ત્યારે ઘણા કાર્યકરો કેનાલમાં પડ્યા હતા.