અમેરિકા સહિત ભારતમાં પણ ટ્વિટર ડાઉન, નોટિફિકેશન પણ નથી આવતા અને લોગિન થવામાં તકલીફ

વોશિંગટન,

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બુધવાર અને ગુરુવારની રાતે હજારો યુઝર્સ માટે ડાઉન રહ્યું હતું. આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટર ડોટ કોમના હવાલેથી જણાવ્યું છે કે, અમેરિકામાં હજારો યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ૧૦,૦૦૦થી વધારે યુઝર્સને સંયુક્ત રાજ્ય અમેરિકામાં સાંજે લગભગ ૭.૪૦ વાગ્યએ આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અમુક યુઝર્સ એવી પણ ફરિયાદ કરી રહ્યા હતા કે, તેમના ટ્વિટર નોટિફિકેશન કામ નથી કરી રહ્યું. તો વળી ભારતમાં પણ ગુરુવારે સવારે તમામ યુઝર્સ આ સંબંધમાં ફરિયાદ કરી હતી અને પ્રિન્ટ શોટ શેર કર્યા હતા.

ભારતમાં કેટલાય યુઝર્સે ટ્વિટરનું વેબ વર્જન પર લોગિન કરવામાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવાર સવારે લગભગ ૬.૩૦થી વેબ વર્જનમાં સાઈન ઈન કરવામાં કેટલાય લોકોને તકલીફો આવી રહી છે. ડાઉનડિટેક્ટર વેબસાઈટ અનુસાર, દિલ્હી, નાગપુર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ અને કલકત્તા સહિત કેટલાય શહેરોમાં આઉટેજની સૂચના મળી હતી. કેટલીય વાર રીફ્રેશ કર્યા બાદ લોગ ઈન અથવા લોગઆઉટ કરવા પર યુઝર્સને એરરનો મેસજ દેખાઈ રહ્યો છે. જો કે, મોબાઈલ પર ટ્વિટર સારી રીતે કામ કરી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ઓક્ટોબરના અંતમાં મસ્ક દ્વારા કંપનીના અધિગ્રહણ બાદથી આ ત્રીજો મોકો છે, જ્યારે ટ્વિટર બંધ થયું છે.

અબજોપતિ એલન મસ્કે ઓક્ટોબરના અંતિમ અઠવાડીયામાં ૪૪ અબજ ડોલરની ડીલમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યું. ત્યારથી ટ્વિટર બ્લૂને એક ચાર્જેબલ સેવા બનાવવા સહિત કેટલીય નવી સુવિધા લાવવા માટે કામ કર્યું છે. ટ્વિટર અલગ અલગ શ્રેણીમાં વેરિફાઈડ સુવિધાને કેટલાય રંગમાં રોલ આઉટ કરી રહ્યું છે. તેમણે કાર્યભાર સંભાળતા જ ૭૫ ટકા કર્મચારીઓને હટાવી દીધા અથવા ખુદ છોડીને જતા રહ્યા, જેના કારણે વારંવાર આવી તકલીફો ટ્વિટર યુઝર્સને થઈ રહી છે.