રાજકોટ,
રાજકોટની જાણીતી ફ્રેન્ચાઇઝી સન્ની પાજી કા ઘાબા અને સોશિયલ મિડીયામાં સન્ની પાજીના નામથી હીરોગીરી કરતા અમનવીરસિંઘ ખેતાન ઉર્ફે સન્ની પાજી અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાનની મહિલા પોલીસે ધરપકડ કરી છે.સન્ની પાજીની પત્નિ અમૃત કોર ઉર્ફે ભુમીકા વ્યાસે મહિલા પોલીસ સ્ટેશનમાં સન્નીપાજી અને તેના પિતા વિરુદ્ધ શારિરીક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મહિલા પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સન્નીપાજીની પત્નિએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું છેલ્લા બે વર્ષથી મારા માવતરમાં રહું છું વર્ષ ૨૦૧૪માં હું મારા પતિના સંપર્કમાં આવી હતી અને વર્ષ ૨૦૧૭માં મેં લગ્ન કર્યા હતા આજે મારે બે સંતાનો છે.લગ્નના બે માસ બાદ જ સન્ની પાજી મારી સાથે અયોગ્ય વ્યવહાર કરવા લાગ્યો હતો.તેને અન્ય સ્ત્રી સાથે સબંધો હતો જે બાબતે તેના પિતા અને દાદાજી સસરાંને કહ્યું તો પણ તેઓ તેને સપોર્ટ કરતા હતા અને મારી સાથે દારૂ પીને ગેરવર્તન કરતા હતા,અન્ય સ્ત્રી સાથે તે વાત કરતા હતા જેની ના પાડતા તે કહેતા હતા કે હું વાત કરીશ અને તેમાં મારા સસરા પણ તેને સપોર્ટ કરતા હતા.એટલું જ નહિ નશાની હાલતમાં મને માર મારીને તલવાર અને ગોળી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
સન્નીપાજીની પત્નિએ પોલીસને લખાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે બંન્ને સંતાનોની સાળ સંભાળ હું અને મારા પિયરના લોકો લે છે.દોઢ મહિના પહેલા જ્યારે હું મારા સંતાનને શાળાએ મૂકવા ગયા હતા ત્યારે સન્નીપાજી ત્યાં આવી પહોંચ્યો હતો અને મારી કાર પર મુક્કા મારવા લાગ્યો હતો અને ધમકાવવા લાગ્યો હતો. આજે સન્ની પાજી અને તેના પિતાની પોલીસે ધરપકડ કરીને આ મુદ્દે આગળની કાર્યવાહી હાથ ધરી છે.