
મુંબઇ,
ભારતના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને માર્કો યોનસન,ફિન એલન અને ઇબ્રાહીમ જાદરાનની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)ના વર્ષના ઉભરતા ( ઇમેજિન્ગ) ક્રિકેટર પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યો છે. આઇસીસી તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પુરસ્કારો માટે વોટિંગ જાન્યુઆરીથીં શરૂ થશે
અર્શદીપને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાફાશ કરવાના છ મહીનાથી પણ ઓછા સમયમાં આ પુરસ્કાર માટે નામિત કરવામાં આવ્યો છે.અર્શદીપે ૨૧ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૮.૧૨ની સરેરાશથી ૩૩ વિકેટ લીધી છે. અર્શદીપ સિંહ નવા અને જુના બોલથી વિકેટ હાંસલ કરવામાં સફળ રહ્યો છે. આઇપીએલમાં પ્રભાવી પ્રદર્શન બાદ અર્શદીપ સિંહે ભારત માટે પણ સારૂ પ્રદર્શન કર્યું અર્શદીપ સિંહે તાજેતરમાં ભારતના ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પદાર્પણ કર્યું
અર્શદીપ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખુબ ઓછા સમયમાં કેટલુક યાદગાર પ્રદર્શન કર્યું છે.તેમાં મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાનની વિરૂધ ખુબ દબાણવાળી ટી ૨૦ વિશ્ર્વ કપ મેચમાં પ્રભાવી પ્રદર્શન પણ સામેલ છે.આ મેચમાં અર્શદીપ સિંહે પોતાની ગતિ અને સ્વિંગને કારણે પાકિસ્તાનના બંન્ને ઓપનર બેટલમેનો સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રિજવાનને આઉટ કર્યા હતાં એટલું જ નહીં અર્શદીપ સિંહે ડેથ ઓવર્સમાં પણ શાનદાર બોલીંગ કરી અને આસિફ અલીને પેવેલિયનનો માર્ગ બતાવ્યો હતો અર્શદીપે પાકિસ્તાનની વિરૂધ તે મેચમાં ૩૨ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.
અર્શદીપને વર્ષ ૨૦૨૨ની આઇસીસી ઇમજગ ક્રિકેટના પુરસ્કારની દોડમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર માર્કો યોનસન,ન્યુઝીલેન્ડના ઓપનર બેટસમેન ફિન એલન અને અફધાનિસ્તાનના બેટસમેન ઇબ્રાહીમ આદરાજનથી પડકાર મળશે. માર્કો યોનસને ટેસ્ટમાં ૧૯.૦૨ની સરેરાશથી ૩૬ વિકેટ અને ૨૨.૯૦ની સરેરાશથી ૨૨૯ રન બનાવ્યા છે.તેણે એક દિવસીય મેચમાં ૨ અને ટી ટવેન્ટી મેચમાં એક વિકેટ લીધી છે.