સપ્ટેમ્બર મહિનાના GST કલેક્શને તોડ્યા રેકૉર્ડ, ચાલૂ નાણાકીય વર્ષમાં સૌથી વધારે

જીએસટી કનેક્શન સપ્ટેમ્બરમાં 95,480 કરોડ રૂપિયા રહ્યું જે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી કોઈ એક મહિનામાં સૌથી વધારે જીએસટી કલેક્શન છે. નાણા મંત્રાલયે ગુરૂવારના આની જાણકારી આપી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, સપ્ટેમ્બર 2020નું જીએસટી કલેક્શન ગત વર્ષના આ જ મહિનાના કુલ જીએસટી કલેક્શનથી 4 ટકા વધારે છે.

સપ્ટેમ્બરમાં જીએસટીની કુલ આવક 95,480 કરોડ રૂપિયા 

આ વર્ષે સપ્ટેમ્બરમાં વર્ષ પહેલાની તુલનામાં માલની આયાતથી 102 ટકા અને ઘરેલૂ લેણદેણથી જીએસટી કલેક્શન 105 ટકા રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “સપ્ટેમ્બર 2020ના મહિનામાં જીએસટીની કુલ આવક 95,480 કરોડ રૂપિયા રહ્યું. આમાં કેન્દ્રીય જીએસટી 17,741 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી 23,131 કરોડ રૂપિયા, એકીકૃત જીએસટી 47, 484 કરોડ રૂપિયા (માલની આયાતથી પ્રાપ્ત 22,222 કરોડ રૂપિયા સહિત) અને સેસ 7,124 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્ર 788 કરોડ રૂપિયા સહિત) રહ્યો.”

ઑગષ્ટમાં 86,151 કરોડ રૂપિયા રહ્યું GST

આ પહેલા ચાલું નાણાકીય વર્ષ દરમિયાન જીએસટીથી પ્રાપ્ત મહેસૂલ એપ્રિલમાં 32,172 કરોડ રૂપિયા, મેમાં 62,151 કરોડ રૂપિયા, જૂનમાં 90,917 કરોડ રૂપિયા, જુલાઈમાં 87,422 કરોડ રૂપિયા અને ઑગષ્ટમાં 86,151 કરોડ રૂપિયા રહ્યું હતુ. સરકારે રેગ્યુલર સેટલમેન્ટ તરીકે એકીકૃત જીએસટીથી કેન્દ્રીય જીએસટીને 21,260 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટીને 16,997 રોડ રૂપિયા આપ્યા. રેગ્યુઅલર સેટલમેન્ટ બાદ સપ્ટેમ્બર 2020 મહિનામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા નોંધાયેલું કુલ મહેસૂલ કેન્દ્રીય જીએસટી માટે 39,001 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી માટે 40,128 કરોડ રૂપિયા રહ્યું.