ગોધરા શહેરના અલી મસ્જીદ પાસે આવેલ ગ્રીન ઝોનની વાળી જમીનમાં ગેરકાયદેસર નિયમો નેવે મૂકી પ્લોટનું વેચાણ

ગોધરા,

ગોધરા કસ્બાના શહેર સીટીના વોર્ડ ગોધરા બિનખેતી-1 વાળી જમી જેનો રે.સ.નં.336/2 પૈકી-2/ પૈકી-1 વાળી જમીનો ગોધરા શહેર ગ્રીન ઝોનની આવેલી હતી અને તે જમીનો કોઈપણ ગ્રીન ઝોન હોય તે જમીનો ખેતી હેટે આપી શકાય પરંતુ આવી જમીનો સરકાર તથા પંચમહાલ શરતોના આધારે હુકમો કરતા હોય છે. જે જમીનો ઉ5ર પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આપેલ આદેશોની અવગણના કરી આ જમીનો ઉ5ર જોગવાઈઓ નેવે મૂકી તેમજ નગર નિયોજકના નિયમો વિરૂદ્ધ પોતાની મરજી મુજબ નકશો તૈયાર કરી કરાવી પ્લોટ નં. 1 થી 20 પાડી તેમજ ખોટા કાયદા વિરૂદ્ધના નકશા બનાવી વેચાણ કરવાની પેરવી કરી કરાવી રહ્યા છે. આ સર્વે નંબર વાળી જમીનો, પ્લોટો ગોધરા શહેર નગર પાલિકા સમક્ષ તમામ પુરાવા આપવા અને સ્થળ નિરીક્ષણ કરવા જે સરકારના આજ્ઞાનુસાર કેટલા પુરાવા આપવા પડે છે. જે સારી રીતે જાણતા હોય છે અને આવી જમીનો જે ગ્રીન ઝોન વાળી મિલ્કતો કોઈ પણ ગેરકાયદેસર વેચાણ કરવાની સત્તા ના હોવા છતાં કલેકટર પંચમહાલ ગોધરા ના આપેલ હુકમ શરતોનું સરેઆમ ભંગ કરેલ છે. કોઈપણ એન.એ.નો હુકમ થાય તે શરતોના અધિનિયમ અંગેની બાંધકામ કરવાનું થાય છે પરંતુ આ જમીનો ઉપર રોડ, રસ્તાઓ છોડવામાં આવેલ નથી. આમ, આ ગ્રીન ઝોનની જમીનો ઉપર ગેરકાયદેસર પ્લોટીંગ તથા વેચાણ વ્યવહારો થયાની જાણમાં આવેલ છે. નગર પાલિકા શહેર ગોધરા સમક્ષ બાંધકામની પરમીશનો લેવામાં આવેલ નથી. જેથી આવી ગેરકાયદેસર બાંધકામ તોળવાની શહેર નગર પાલિકાની ફરજ બને છે. તેમજ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાની આજ્ઞાઅનુસાર આપેલ આદેશોનો ભંગ કરતાં શરત ભંગ બાબતે કાર્યવાહી કરવાની જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાની ફરજ બનતી હોય તત્કાલીક શરત ભંગ અંગેની કાર્યવાહી થાય તથા કરેલ ગેરરીતિઓ સામે યોગ્ય પગલા ભરાય તેવી રજુઆતો કરવામાં આવેલ.

Don`t copy text!