- રાહદારીઓ અને સ્કૂલે જતા બાળકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો પડ્યો.
- સ્કૂલે જતા બાળકો ગંદકીમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા તંત્રની બેદરકારી સામે આવી.
- સંજેલીમાં દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણીઓ રોડ પર વહેતા થયા.
સંજેલી,
સંજેલી ખાતે આવેલ રાજમહેલ રોડ પર ગટરના ગંદા પાણીઓ નદીઓની જેમ વહેતા થતા રાહદારીઓ તેમજ સ્કૂલે જતા બાળકોને ભારે હાડમારી વેઠવાનો વારો પડ્યો હતો. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ નિયમિત ગટરોની સાફ સફાઈના અભાવના કારણે રાજમહેલ રોડ પર ગટરનું પાણી રોડ પર વહેવા લાગ્યું હતું. જેને લઈ ચારેકોર ગંદા પાણીએ માઝા મૂકી હતી. નજીકમાં પ્રાથમિક શાળા આવેલી છે, શાળા જતા વિદ્યાર્થીઓ આંગણવાડીમાં જતા નાના ભૂલકાઓને ગટરના ગંદા પાણી માંથી પ્રસાર થવાનો વારો પડ્યો હતો. વેપારીઓ તથા વાહન ચાલકો સ્થાનિકો રહીશો ભારેમાસ ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
દુર્ગંધ મારતા ગટરના ગંદા પાણી રોડ પર વહેતા સોસીયલ મીડિયામાં પણ ફોટાઓ વાયરલ કરી સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો. સંજેલી વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન જેને લઈ ગ્રામજનોએ ભારે રોષ પ્રગટ કર્યો હતો.
અંધેર નગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો હતો સ્વચ્છતા અભિયાનના ધજીયા ઉડી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આંખ આડા કાન કરી રહ્યા છે. જેને કારણે ગ્રામજનોએ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજેલી નગરના લોકો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર ગ્રામસભામાં રજૂઆતો છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. સંજેલી પંચાયતની બેદરકારીના કારણે રોડ પર ગંદા પાણીઓ નદીઓની જેમ વહેતા થયા હતા ગટરોની નિયમીત સાફ સફાઈના અભાવના કારણે અવાર નવાર ગટરો ઉભરાઈ જવાના કારણે ગટરના ગંદા પાણીઓ રોડ પર વહેતા હોઈ છે. ગ્રામજનોની માંગ છે કે, ગટરોની નિયમિત સાફ સફાઈ કરવામાં આવે.