સીયારામ ગૃપ ગરબાડા તેમજ ગાંગરડીના 111 રામ ભક્તો પગપાળા સાળંગપુર જવા માટે રવાના

ગરબાડા,

તારીખ 29 ડિસેમ્બરના રોજ ગરબાડા તાલુકાના સીયારામ ગૃપના ગરબાડા તથા ગાંગરડીના 111 જેટલા રામ ભક્તો બાવન ગજાની ધજા લઈને પગપાળા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે જવા માટે રવાના થયા હતા. નગરમાં નીકળેલી તેમની પગપાળા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.