શહેરાના બીલીથા ગામની 26 વર્ષીય યુવતિએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

શહેરા,

શહેરા તાલુકા બીલીથા ગામે 26 વર્ષીય યુવતિએ કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ આપધાત કરી મરણ જતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના બીલીથા ગામે રહેતી શીતલબેન કાંતીભાઈ માછી ઉ.વ.26 એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી લીધુંં હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.