30 ડિસેમ્બરને લઈ પંંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈ ફાર્મ હાઉસ, હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકીંંગ કરશે

  • જીલ્લાને જોડતા માર્ગ ઉપર નાકાબંધી ગોઠવવામાંં આવી.

ગોધરા,

31 ડિસેમ્બરને લઈ પંંચમહાલ સહિત ગોધરામાં ઉજવણી માટે ફાર્મ હાઉસ, હોટલો, ગેસ્ટ હાઉસમાં થતી વિદેશી દારૂની મહેફીલો કરતા હોય જેને લઈ જીલ્લા પોલીસ દ્વારા હાઈવે રોડ ચોકડી અને ચાર રસ્તાઓ ઉપર પોઈન્ટો મૂકીને તકેદારીના પગલાં ભરવામાંં આવ્યા.

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં 31 ડિસેમ્બરની ઉજવણીઓ માટે ફાર્મ હાઉસ, હોટલો અને ગેસ્ટ હાઉસોમાં પાર્ટીઓ યોજાતી હોય છે અને નવા વર્ષના આગમનને લઈ વિદેશી દારૂની મહેફિલો થતી હોય છે. જેને લઈ કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવા બનાવો બનતા હોય છે. જેને લઈ આવી સ્થિતીને પહોંચી વળવા માટે પંચમહાલ જીલ્લા પોલીસ અને એલ.સી.બી., એસ.ઓ.જી.પોલીસ દ્વારા જીલ્લાના હદ વિસ્તાર, 61 પાર્ટીયા, સંતરોડ ચાર રસ્તા, કાંટુ ચોકડી, કાલીયાવાવ ચેક પોસ્ટ સહિત અલગ અલગ જગ્યાઓ ઉપર પોલીસના નાકાબંધી પોઈન્ટો ઉભા કરવામાં આવ્યા છે. સાથે વાહન ચેકીંગ હાથ ધરી દારૂની હેરાફેરી કરતાં અસામાજીક ઈસમો ઉપર વોચ ગોઠવવામાં આવી છે.