ગોધરા,
ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે ધી બોડીદ્રા અર્થક્ષેત્ર સેવા સહકારી મંંડળીના સેક્રેકટરીએ 2016 થી 2019 દરમિયાન 34,03,763/- લાખ રૂપીયા અને અન્ય આરોપીએ 3,15,087/-રૂપીયાની ઉચાપત કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે આવેલ ધી બોડીદ્રા અર્થક્ષેત્ર સેવા સહકારી મંડળીમાંં 2016 થી 2019 દરમિયાન ઉદેસિંહ રણજીતસિંહ બારીયા સેક્રેટરી તરીકે વહીવટ સંભાળતા તે દરમિયાન તેઓ ધી પંચમહાલ ડીસ્ટ્રીકટ બેંક તરફથી મંંડળી મારફતે ખેડુતોને પાક ધિરાણ પેટે આપવામાંં આવેલ તેની વસુલાતના નાણાં સરકારી રસ્તા અનાજની દુકાનના વકરાના નાણાં તેમજ ખાતર, સિમેન્ટ વકરાની તથા રોજીંદી આવક મળી રૂા.34,03,763/-રૂપીયા પોતાના અંગત ખર્ચમાંં વાપરી નાખી ઉચાપત કરેલ જ્યારે હસમુખભાઈ રજનસિંહ બારીયા જે 2019 થી 24/09/2022 સુધી મંડળીમાં સેક્રેટરી તરીકે વહીવટ સંંભાળતા હોય તેમના દ્વારા ખેડુતોને પાક ધિરાણ આપવામાંં આવેલ વસુલાતના નાણાં સરકારી સસ્તા અનાજ દુકાનના વકરાની રકમ રૂા.3,15,087/-ની હંગામી ઉચાપત કરી ભરપાઈ કરી ગુન્હો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંંધાવા પામી છે.