મહાપુરુષોના અપમાનને મુદ્દે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ધમાલ

નાગપુર,

મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, પ્રધાન ચંદ્રકાંત પાટીલ અને અન્ય કેટલાક લોકો દ્વારા તાજેતરના સમયગાળામાં મહારાષ્ટ્રના મહાપુરુષો અંગે કરવામાં આવેલા અપમાનને મુદ્દે વિપક્ષે ધમાલ કરી હતી.

વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ કોશ્યારીના છત્રપતિ શિવાજી અંગેના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેબિનેટ પ્રધાન ચંદ્રકાંત પાટીલના આંબેડકર અને જ્યોતિબા ફૂલે જેવા સમાજ સુધારકો અંગેના નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં ધમાલ કરવાનું ચાલુ કર્યું હતું.

વિપક્ષોની ધમાલ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અંબાદાસ દાનવે અને અનિલ પરબ જેવા લોકો રાહુલ ગાંધીના સ્વાતંત્ર્યવીર સાવરકર અંગેના નિવેદનો બાબતે એક અક્ષર બોલશે નહીં. કેમ શિવસેનાના એકેય નેતાએ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ નોંધાવ્યો નથી? એવો સવાલ ફડણવીસે કર્યો હતો.ફડણવીસના નિવેદનથી નારાજ કૉંગ્રેસના સભ્યોએ ઉપસભાપતિ નીલમ ગોરેને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી હતી, જેને ગોરેએ નકારી કાઢી હતી.મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વીર સાવરકરના અપમાનને લઈને રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતાઓ પર નિશાન સાયુ હતું. અને કહ્યું કે, ભલે સ્વતંત્રતા સેનાનીને ભારત રત્ન ન મળે પરંતુ નેતાઓએ તમનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ.

વિભિન્ન મહાપુરુષો પર કેટલાક નેતાઓ દ્વારા વાંધાજનક ટિપ્પણી મુદ્દે વિધાન પરિષદમાં થયેલા હંગામાં વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે આ નિવેદન આપ્યું છે. ઠાકરે જૂથના ધારાસભ્ય અનિલ પરબે વિધાન પરિષદમાં મહાપુરુષોની અવમાનનાનો મુદ્દો ઉઠાવ્યો અને તેના પર તેણે સત્તારુઢ બીજેપી અને શિંદે જૂથ પર નિશાન સાયુ હતું.

જવાબમાં ફડણવીસે આ મુદ્દા પર નિવેદન આપ્યું હતું. મહાપુરુષો વિશે વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદનોને વાંચતા તેમણે પૂછ્યુ કે, પરબે પોતાના નિવેદનમાં સાવરકરનું અપમાન કરવા વિશે કેમ કંઈ ન કહ્યું? ફડણવીસે કહ્યું કે, પરબ સાહેબ તમે તમારા ભાષણમાં ક્યારેય સ્વતંત્રતા સેનાની વી ડી સાવરકરનું ઉદાહરણ નહીં આપ્યું. રાહુલ ગાંધી સ્વતંત્રતા નાયક સાવરકરને માફી માંગનાર અને સ્વયં-ઘોષિત હિન્દુત્વવાદી કહે છે. તેમના વિશે કોઈ વાત નથી કરતું નથી. મારો મતલબ સાવરકરને ભલે ભારત રત્ન ન મળે પરંતુ તેમનું અપમાન કરવાનું તો બંધ કરો.