નોટબંધીમાં સરકારની અનેક દલીલો સાથે આરબીઆઇ અસંમત હતી: આગામી સપ્તાહે આવી રહેલા નોટબંધી અંગેના સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પૂર્વે જ નવો ધડાકો

નવીદિલ્હી,

આગામી સપ્તાહે નોટબંધી અંગે સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચૂકાદો આવનાર છે અને તે સમયે નોટબંધી કેટલી યોગ્ય હતી તે મુદ્દો સર્વોચ્ચ અદાલત ચકાસીને પોતાનો નિર્ણય આપશે. સર્વોચ્ચ અદાલત સમક્ષ સરકાર અને રિઝર્વ બેંકે નોટબંધીને યોગ્ય ગણાવતા અને તે એક પ્રક્રિયા મુજબ જ કરવામાં આવી હોવાનું સોગંદનામુ કરાયું હતું પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ નોટબંધીના એક કલાક પૂર્વે જ સરકાર સમક્ષ કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા અને નોટબંધીની યોગ્ય ઠેરવવા માટે સરકારે તૈયાર કરેલી દલીલોની સામે કાઉન્ટર દલીલો પણ રજૂ કરી હતી.

જો કે રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડ દ્વારા એકંદરે નોટબંધીની ભલામણ કરવામાં આવી હતી અને તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ ડીસેમ્બરની રાત્રે ૮ વાગ્યે ટેલિવિઝન પર રાષ્ટ્રજોગ પ્રવચનમાં નોટબંધીની જાહેરાત કરી હતી. પરંતુ આરબીઆઈએ જે મુદ્દા ઉઠાવ્યા હતા તેનો ઉલ્લેખ સુપ્રિમ કોર્ટ સમક્ષના સરકાર કે રિઝર્વ બેંકના સોગંદનામામાં કરવામાં આવ્યો ન હતો. સૌ પ્રથમ તો સરકારે ચલણમાં બનાવટી નોટોનું પ્રમાણ વધી ગયું હોવાની દલીલ કરી હતી અને તે પણ જણાવ્યું હતું કે નોટબંધીથી ચલણમાં બનાવટી નોટો આપવા સામે આવી જશે પરંતુ રિઝર્વ બેંકની દલીલમાં જણાવાયું હતું કે રૂા. ૧૭ લાખ કરોડની કરન્સી હાલ ચલણમાં છે તેની સામે રૂા. ૪૦૦ કરોડની બનાવટી ચલણી નોટો એ કોઇ મોટુ પ્રમાણ ગણી શકાય નહીં. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના બોર્ડ દ્વારા સરકારની એ દલીલોની સામે એ પ્રશ્ર્ન ઉભો કરાયો હતો

સુપ્રીમમાં રજૂ થયેલ એફીડેવીટમાં રિઝર્વ બેન્ક ના વાંધા છૂપાવાયા હતા : ઇન્ડીયન એક્સપ્રેસનો સનસનીખેજ રિપોર્ટ : નોટબંધીની જાહેરાતની ૨.૩૦ કલાક પૂર્વે રિઝર્વ બેન્કની બોર્ડ બેઠકમાં નોટબંધીને મંજૂરીની સાથે વિરોધ નોંધ મૂકાઇ હતી

કે રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦૦ની ચલણી નોટોનું મોટાપાયે કાળાનાણાના સંગ્રહ માટે ઉપયોગ થઇ રહ્યો છે પરંતુ રિઝર્વ બેન્કની નોટમાં એ જણાવાયું હતું કે કાળુ નાણુ એ કેશના સ્વરુપમાં નહીં પરંતુ રિયલ એસ્ટેટમાં સૌથી વધુ રોકાયેલુ છે અને નોટબંધીથી કાળાનાણામાં કોઇ મોટો ફર્ક પડે તેવી શક્યતા નથી. સરકારની એ પણ દલીલ હતી કે ત્રાસવાદીઓના ફંડીંગને તોડી પાડવા માટે પણ નોટબંધી જરુરી છે. અને તેમાં મોટાભાગે બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રિઝર્વ બેંકે કુલ બનાવટી ચલણી નોટોનો અંદાજ મુકીને આ સંખ્યાનો અંદાજ મુકીને આ દલીલને નકારી હતી. સરકારની દલીલ હતી કે નવી ચલણી નોટો જે નોટબંધી બાદ ચલણમાં આવનાર હતી તેની નવી સિરીઝ અને નવા પ્રિન્ટીંગથી ત્રાસવાદનું ભંડોળ, બ્લેકમની અને બનાવટી ચલણી નોટોની સમસ્યાનો અંત આવશે

પરંતુ રિઝર્વ બેંકે તેના અલગ-અલગ મુદ્દાઓમાં આ દલીલ પણ નકારી હતી. સરકારની એ પણ દલીલ હતી કે સરક્યુલેશનમાં કરન્સી અને જીડીપી વચ્ચેનો જે સંબંધ છે તે જળવાયો નથી. શ્રી મોદીએ તેમના ૮ નવેમ્બરના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જીડીપી અને કેશ સરક્યુલેશન વચ્ચેનો રેશિયો ૧૧ ટકાથી વધી ગયો છે પરંતુ રિઝર્વ બેન્ક ના ૧૯-૨૦ના રિપોર્ટમાં જણાવાયું હતું કે ૨૦૨૧-૨૨માં આ રેશિયો ૧૩.૭ ટકા થઇ ગયો હતો. રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટોનું સરક્યુલેશન પણ વધુ હોવાના સરકારના આંકડા સામે રિઝર્વ બેંકે વાસ્તવિક્તા રજૂ કરી હતી. રસપ્રદ બાબત એ છે કે નોટબંધીના કલાકો પૂર્વે જ એટલે કે સાંજે ૮ નવેમ્બર ૫.૩૦ કલાકે રિઝર્વ બેન્ક ની બોર્ડ બેઠક મળી હતી અને તેમાં આ મુદ્દાઓ સરકારને જણાવાયા હતા પરંતુ તે સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂ થયા નથી.

સરકારની કઇ દલીલો રિઝર્વ બેક્ધને માન્ય ન હતી ?

ચલણમાં બનાવટી નોટો : સરકારની દલીલ હતી કે ચલણમાં બનાવટી નોટોનું પ્રમાણ વધ્યું છે અને નોટબંધી તે માટે જરુરી છે પરંતુ આરબીઆઈની નોંધમાં જણાવાયું કે રુા. ૧૭ લાખ કરોડના કરન્સી સરક્યુલેશનમાં રુા. ૪૦૦ કરોડની બનાવટી નોટોનો હોવાનો અંદાજ છે જે કોઇ મોટી રકમ નથી,કાળુ નાણુ બહાર લાવવા નોટબંધી જરુરી : વડાપ્રધાને તેમના પ્રવચનમાં કાળાનાણાનો ઉલ્લેખ કરીને નોટબંધીથી રુા. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોમાં છુપાયેલુ કાળુનાણુ બહાર આવશે તેવી દલીલ કરી હતી કે પરંતુ આરબીઆઈએ જણાવ્યું હતું કે કાળુનાણુ કેશ નહીં રિયલ એસ્ટેટમાં સૌથી વધુ રોકાયેલુ છે.,ત્રાસવાદી ફંડીંગ : સરકારની દલીલ હતી કે ત્રાસવાદી ફંડીંગમાં બનાવટી ચલણી નોટો ઉપરાંત રોકડથી થતુ ફંડીંગ સૌથી મોટો પ્રશ્ર્ન છે પરંતુ રિઝર્વ બેક્ધે તેની સામે જણાવ્યું કે ફક્ત આ હેતુ માટે નોટબંધી જેવો મોટો નિર્ણય યોગ્ય છે કે કેમ તે પ્રશ્ર્ન છે.