જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર, ટ્રકમાં છુપાઈને જમ્મુ ઘૂસ્યા હતા

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ ફરી એકવાર તેમના નાપાક ઈરાદાને અંજામ આપે તે પહેલા જ ઠાર થયા છે જમ્મુના સિધ્રા વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષાદળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ ૭.૩૦ વાગે ગોળીબારનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતો. જમ્મુ ઝોનના છડ્ઢય્ઁ મુકેશ સિંહે જણાવ્યું છે કે આ વિસ્તારમાં ૨ થી ૩ આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળી હતી. સૈન્ય અને પોલીસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશન બાદ હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણેય આતંકીઓને ઠાર થયા છે.

જે વિસ્તારમાં એક્ધાઉન્ટર હાથ ધરવામાં આવ્યું હતું તે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોવાનું કહેવાય છે. એનઆઇએએ અહીં ઘણી વખત દરોડા પાડ્યા છે. અહીંથી ઘણા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા. મળતી માહિતી મુજબ તેઓ એક ટ્રક દ્વારા અહીં પહોંચ્યા હતા. આતંકીઓ એક ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યાંથી તેઓ સુરક્ષાદળ ઉપર ફાયરિંગ કરી રહ્યા હતા.

કાશ્મીર ખીણમાં સેના અને પોલીસ દળ સાથે મળીને આ આતંકવાદીઓ માટે અવરોધક બની ગયા છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓ ટ્રકમાં છુપાઈને આવ્યા હતા. ત્રણેય આતંકીઓને ઘેરીને ઠાર કરવામાં આવ્યા છે. આ પહેલા ૨૦ ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળોએ એક્ધાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

ડીજીપી વિજય કુમારે કહ્યું કે ત્રણમાંથી બે આતંકવાદીઓની ઓળખ થઈ હતી અને તેઓ કાશ્મીરમાં બિન કાશ્મીરી નાગરિકોની હત્યામાં સામેલ હતા. એક આતંકવાદીની ઓળખ લતીફ લોન તરીકે થઈ હતી. જે કથિત રીતે કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ્ટની હત્યામાં સામેલ હતો. જ્યારે અન્ય આતંકવાદીની ઓળખ ઉમર નઝીર તરીકે થઈ છે, જે કથિત રીતે નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતો.