જુનાગઢ,
હાલ નાતાલનો તહેવાર ચાલુ હોય ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે બુટલેગરોએ જુનાગઢમાં વિદેશી દારૂ બહારથી મંગાવી વિતરણ-કટીંગ કરે તે પહેલા જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૪૫૬ પેટી વિદેશી દારૂ નંગ ૮૬૦૪ રૂા.૨૩,૫૧,૫૨૦નો તેમજ ટ્રક, એક છોટા હાથી, બજારીના ૨૧૫ કટ્ટા સહિત કુલ રૂા.૩૭,૫૯,૦૨૦નો મુદામાલ કબજે કર્યો હતો.
રેડ દરમ્યાન વાહન ચાલકો બુટલેગરો સહિત ભાગી છુટયા હતા. ૬ શખ્સો સામે ગુન્હો સી ડીવીઝન પોલીસમાં દાખલ કરાયો હતો. જુનાગઢ રેન્જના પોલીસ મહા નિરીક્ષક મયંકસિંહ ચાવડા, એસ.પી. રવિ તેજા વાસમસેટીની કડક સૂચનાના આધારે ૩૧ ડિસેમ્બરની ઉજવણી માટે બહારના રાજયોમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.
જેની ઉપર ચાંપતી નગર રાખવા જુનાગઢ એલસીબી બ્રાન્ચ અને તાલુકા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.એચ. સિંધવ, પીએસઆઈ જે.જે. ગઢવી અને સ્ટાફને મળેલી બાતમીના આધારે જુનાગઢ ગાંધીગ્રામ ખાતે રહેતો કાનો ઉર્ફે બાડો દેવરાજ કોડીયાતર, ભુપત પુંજા કોડીયાતર, કીરીટ ઉર્ફે કીડો ભગા બેલાણા, ચના રાણા મોરી, પાંચા પુંજા કોડીયાતર અને કાના રાણા મોરી તેના મળતીયાઓએ બહારના રાજયોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી જુનાગઢ જફર મેદાનની ખુલ્લી જગ્યામાં કટીંગ કરવાની પેરવી કરતા હોય ત્યારે પોલીસે ત્રાટકી માહી ડેરીની સામેના ખુલ્લા મેદાનમાં ટ્રક નં. જીજે ૨૫ ટી ૯૮૩૯, છોટા હાથી અશોક લેલન નં. જીજે ૨૭ એક્સ ૬૭૩૦ જોવા મળતા ટ્રકમાં બાજરીની બોરી (કટ્ટા)ની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
જેમાં જુદી જુદી બ્રાન્ડની રોયલ ચેલેન્જ પીસી (પંજાબ)ની પેટી નંગ ૧૧૩ બોટલ નંગ ૧૩૫૬ કિંમત રૂા.૭,૦૫,૧૨૦, મેકડોવેલ્સ બીસી પેટી નંગ ૨૫૦ બોટલ નંગ ૩૦૭૨ કિંમત રૂા.૧૨,૨૮,૮૦૦ મેકડોવેલ્સ વિસ્કી પેટી નંગ ૪૮ બોટલ નંગ ૨૩૦૪ કિંમત રૂા.૩૦,૪૦૦ ઓલ સીઝન ગોલ્ડ વીસ્કી ૩૯ પેટી બોટલ નંગ ૧૮૭૨ કીંમત રૂા.૧,૮૭,૨૦૦ સહિત કુલ ૨૩૫૧૫૨૦નો વિદેશી દારૂ ટ્રક નં. જીજે ૨૫ ટી ૯૮૩૯ કિંમત રૂા.૧૦ લાખ, અશોક લેલન છોટા હાથી જીજે ૨૭ એક્સ ૬૭૩૦ કિંમત રૂા.૩ લાખ બાજરીના કટ્ટા ૨૧૫ રૂા.૧,૦૭,૫૦૦ સહિત કુલ રૂા. ૩૭,૫૯,૦૨૦નો મુદામાલ કબ્જે કરી સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બાતમી તાલુકા પોલીસ સ્ટેશનના ગોવિંદભાઈ પરમારને પણ મળવા પામી હતી.