મુંબઇ,
ફિફા વર્લ્ડકપનો ઉત્સાહ હજુ સમાપ્ત થયો નથી. આર્જેન્ટિના આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને કરોડો ચાહકોનો હીરો લિયોનેલ મેસ્સી હવે વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. લિયોનેલ મેસી અને આર્જેન્ટીનાની આ જીતની ભારતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા પણ આર્જેન્ટીનાની જીતની ઉજવણી કરી રહી છે.
એમએસની પત્ની સાક્ષી ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી ઝીવા ધોનીનો ફોટો શેર કર્યો છે. જીવા ધોનીએ અહીં આર્જેન્ટિનાની જર્સી પહેરી છે અને તેની જર્સી પર આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીની સાઈન છે. આ તસવીરો જીવાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હવે ક્રિસમસ પર જીવા ધોનીને આ મોટી ભેટ મળી છે, જેમાં તેની પાસે લિયોનેલ મેસીના સાઈનવાળી જર્સી છે.
ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતે ફૂટબોલના મોટો પ્રશંસક છે અને તે પોતે પણ ફૂટબોલર રહી ચૂક્યો છે. ધોની શાળાના દિવસોમાં તેની ટીમનો ગોલકીપર હતો અને અકસ્માતે ક્રિકેટ ટીમનો વિકેટકીપર બની ગયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવા છતાં તેણે હંમેશા ટીમ પ્રેક્ટિસમાં ફૂટબોલનો સમાવેશ કર્યો હતો. ઉપરાંત, ધોની હજુ પણ ઘણી ફૂટબોલ મેચો રમતા જોવા મળે છે.