કાલાબાર,
દક્ષિણ નાઇજિરીયામાં એક નિયંત્રણ બહારની કાર ૩૬ લોકો પર દોડી હતી, જેમાં સાતના મોત અને ૨૯ અન્ય ઘાયલ થયા હતા. નાઈજીરિયાના ફેડરલ રોડ સેટી કોર્પ્સે જણાવ્યું હતું કે ક્રોસ રિવર સ્ટેટની રાજધાની કાલાબારમાં વ્યસ્ત રોડ પર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેણે કહ્યું કે જે સમયે આ ઘટના બની તે સમયે લોકો કાલાબાર કાર્નિવલમાં બાઈર્ક્સ પરેડ જોવા માટે એકઠા થઈ રહ્યા હતા.
બાઈર્ક્સ શો કાર્નિવલ ઈવેન્ટની હાઈલાઈટ્સ પૈકી એક છે, જે આફ્રિકાની સૌથી મોટી સ્ટ્રીટ પાર્ટીઓમાંની એક છે. આ કાર્નિવલ લગભગ બે દાયકા પહેલા શરૂ થયો હતો અને દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર નાઈજીરીયામાંથી લોકો તેમાં હાજરી આપે છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હજારો લોકો બાઇર્ક્સના સ્ટંટ જોવા માટે એકઠા થયા હતા. તે જ સમયે એક બેકાબૂ કારે લોકોને કચડી નાખ્યા હતા. ક્રોસ રિવરમાં રોડ સેટી કોર્પ્સના વડા હસન અબ્દુલ્લાહી મૈકાનોએ જણાવ્યું હતું કે ડ્રાઇવરે કાર પરનો કાબૂ વધુ ઝડપે ગુમાવ્યો હતો.
તેણે જણાવ્યું કે કાબૂ ગુમાવ્યા બાદ કારે ૩૬ લોકોને કચડી નાખ્યા. જેમાંથી સાત લોકોના મોત થયા હતા અને ૨૯ લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોમાં પાંચ બાળકો છે. તે જ સમયે, તેણે કહ્યું કે કાર ચાલક તો બચી ગયો પરંતુ તે પણ ઘાયલ થયો. તેમના પ્રવક્તા ક્રિશ્ર્ચિયન ઇટાના જણાવ્યા અનુસાર ક્રોસ રિવર ગવર્નર બેન આયડે પરેડ રદ કરવાનો અને ડ્રાઇવરની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ઇટાએ જણાવ્યું હતું કે રાજ્યપાલે પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અકસ્માત કેવી રીતે થયો તેની તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો.