સીંગવડ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ભ્રષ્ટાચારને લઈ 11 સદસ્યોએ સ્ટાફની બદલી કરવા માંગ કરી

દાહોદ,

છેલ્લા કેટલાય સમયથી સીંગવડ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારોની ફરિયાદ થવા પામી હતી. જયારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે પગલા ન ભરાતા મનરેગાના સ્ટાફ મનસ્વી પણે વહીવટ કરતા હોય પંચાયતના પદાધિકારી તેમજ તા.પં.સદસ્ય સીંગવડના સદસ્યની લોક રજુઆત હોવા છતાં મનરેગા વિભાગના કર્મચારીઓ વિકાસના કામો માટે વારંવાર રજુઆત કરવા છતાં તાલુકા પંચાયતનુ તંત્ર તેમજ મનરેગા વિભાગના એપીઓ સહિત તમામ સ્ટાફ સાંભળતુ નથી. તેમજ પોતપોતાની મનમાની કરી રહ્યા છે આ બાબતે સીંગવડ તાલુકા પંચાયતના જ ઉપપ્રમુખ સહિત 11 જેટલા સદસ્ય બાંયો ચઢાવતા મામલો પુર્વ કેન્દ્રિય પ્રધાન અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર સુધી ગયો હતો. સભ્યો દ્વારા મનરેગા યોજનામાં તમામ સ્ટાફની બદલી કરવા તેમજ જરૂરી પગલા લેવા રજુઆત કરવામાં આવી હતી.