પંચમહાલના DSP અને વેજલપુર ના તત્કાલીન PSI ને રાજ્ય આયોગની નોટિસ !

  • પારદર્શક લોકશાહીમાં પ્રજા પાસે કાયદાનું પાલન કરાવનાર પોલીસ પોતે જ કાયદા પાલનમાં ઇરાદાપૂર્વક ગફલત કરે તો કાયદો કોઈને છોડતો નથી.

ગોધરા,

પંચમહાલ ગોધરાના સામાજિક કાર્યકર, RTI એકટીવિસ્ટ, ધારાશાસ્ત્રી ગોપાલ પટેલએ વેજલપુર પો.સ્ટે.માં 31 આરોપીઓ વિરૂદ્ધ લેખિત ફરિયાદ આપેલ. જેમાં તપાસ કરીને ફરિયાદ નોંધવાનું વેજલપુર પોલીસ તંત્રએ જણાવેલ. ફરિયાદીએ અનેકવાર સ્ટેટ્સ માંગતા તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે.! ના મૌખિક બહાના કાઢીને લગભગ 2વર્ષ થવા છતાં ફરિયાદ નહિ નોંધાતા કંટાળેલા ફરિયાદીએ RTI અરજી કરેલ. છતાં માહિતી નહિ મળતા DSP ને અપીલ કરતાં DSP એ હાથ ધરેલ સુનાવણીમાં 5દિવસમાં માહિતી આપવાનો હુકમ કરેલ. છતાં પૂરતી માહિતી નહિ મળતા ફરિયાદીએ રાજ્ય આયોગમાં ફરિયાદ કરતાં રાજ્ય આયોગે પંચમહાલ DSP પાસે તત્કાલીન વેજલપુર PSIની નોકરી, ફરજની વિગતો માંગીને સુનાવણીમાં હાજર રહેવા નોટિસ જારી કરતાં પોલીસ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે.