ડિઝની કંપની પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા ૨૮૦૦૦ કર્મચારીઓને કરશે છૂટા

વોશિંગટન,
કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂક્યો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝનીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહૃાો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. ડિઝની પાર્કના ચેરમેને કહૃાું કે આ સ્થિતિ ખૂબ જ દુ:ખદાયી છે.

પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્મચારીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્ર્ચિતતાના કારણે આ કામ કરવું પડી રહૃાું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. ફક્ત લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝનીના થીમપાર્કમાં મહામારી પહેલાં ૧,૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરી રહૃાા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં ૮૨૦૦૦ કર્મચારીઓ કાર્યરત રહેશે.