દે.બારીયા,
દે.બારીયા નગર પાલિકાના દ્વારા દબાણ હટાવવાનો કયા અને કોનો આદેશ છે. નગર પાલિકાના નિયામક અથવા જીલ્લાપદના અધિકારી કે પછી નગર પાલિકાની બોડીનો અને દબાણનો માપદંડ કેટલા મીટર રોડની વચ્ચેથી છે. 200 મીટર તો હાઈવે રોડના વચ્ચેથી હોય છે. નગર પાલિકામાં તો અફરશાહી ચાલે છે. કોઈ પદના અધિકારી હાજર દેખવા મળતા નથી. આ બાબતે નગર પાલિકા વડોદરા ઝોનના નિયામક તપાસ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. શું ? જયાં સરમુખ્તયારશાહી ચલાવીને દબાણો હટાવવામાં આવ્યા છે. ત્યાં શું ? કેબીનો અથવા પાકી શટરો ઉભી કરવાના પેંતરા તો રચાતા નથી. જો આ મનસુબા બનાવીને મનમન રાખ્યા હોય તો જે તે પીડીત વેપારીને પ્રથમ લાભ આપવો રહ્યો. જે પ્રમાણે શુક્રવારીના પથારાવાળા વેપારીઓએ કોર્ટના દ્વાર ખખડાવ્યા તે પ્રમાણે આ વેપારીઓ જવા મજબુર થશે તેમાં બે મત નથી.
પાલિકાના દ્વારા શહેરના મુખ્ય બજાર ક્ધયાશાળા રોડ તેમજ સમડી સર્કલ ખાસ કરીને શુક્વારી બજાર, ટાવર રોડના સરકારી હોસ્પિટલ પાસેના દબાણો ધાનપુર રોડના દબાણો હટાવવાનુંં શરૂ કરવામાં આવ્યું હતું. દુકાનોની આગળના શેડ તેમજ લારી ગલ્લા, કેબીનો, પથારાવાળાઓને હટાવવાની ઝુંબેશ જારી સારી છે. ખાલી શનિ, રવિ વિરામ રાખવામાં આવ્યો હતો. તા.26/12/2022 સોમવારના રોજ પણ દબાણ હટાવવાની કાર્યવાહી જારી હતી. તા.27/12/2022 સોમવારના રોજ નગર પાલિકા બોડીની સામાન્ય મીટીંગ હોવાના કારણે કાર્યવાહી બંધ હતી. તા.28/12/2022 બુધવારના રોજ પણ સંંચાગલીના નાકેથી નગર પાલિકાન શોપીંગના પાછળની દુકાનો જે દબારણ કરી રાખ્યા છે. તે હટાવવામાં આવશે… ખરાં ? નગર પાલિકાન કોમ્પ્લેકસ પાછળના ગેરકાયદે દબાણો આગળની દુકાનદાર લીજધારકોએ પાકા બાંધ કાર્યો છે. તે દબાવી લીધા છે. આ વર્ષોથી દબાણો કરી રાખ્યા છે. જેથી નિયામક આ સ્થળની અવશ્ય મુલાકાતે આવે તો ધણું બધું ગેરકાનૂની દબાણોના કૌભાંંડ બહાર આવશે. કબજે કરેલી પાછળની લોબી સાથે પાછળની શટરોને ગેરકાનુની રીતે હાલમાં પણ કબજે કરેલી છે. તે પાછળની તમામ દુકાનોને ખુલ્લી કરીને લીજ પેટે આપવાની જાહેર હરાજી કરવામાં આવે તો પાલિકાને કરોડોની આવક મેળવવાની સંભાવના છે. પણ આ દબાણની ચાલુ ઝુંબેશમાં આ દુકાનો અને લોબી સાથે દબાણો દુર કરવાની કાર્યવાહી કરીને ખુલ્લી કરવામાં આવે તેા જ આમ, ગરીબ પથારાવાળા, નાના વેપારીઓને હેરાન કરવાનુંં બંધ થાય મોટા માથાના વેપારીને બચાવવાનુંં બંધ થાય તેવી માંગ ઉઠવા પામી છે. જેથી વડોદરા ઝોનના નગર પાલિકા નિયામક દે.બારીયા પાલિકા અને શહેરના વિવાદિત શોપીંગ સેન્ટરની મુલાકાતે આવે તેવી રીકવેસ્ટ છે. ગાંધીના ત્રણ બંદર સાચું સાંભળા નથી. સાચું દેખાતું નથી અને સાચું બોલાતુંં નથી. તેવું શહેરમાં દેખવા મળી રહ્યું છે. જીસ કી લાઠી ઉસ કી ભેંસ ચાલે છે.