ગોધરા મેંદા પ્લોટની પરણિતાને પતિ અને સાસરીયાએ દહેજ માંંગણી કરી ત્રાસ આપી ધર માંથી કાઢી મુકતા ફરિયાદ

ગોધરા,

ગોધરા મેંદા પ્લોટ મહેબુબ મસ્જીદ વિસ્તારની પરણિતાને પતિ, સાસુ-સસરાં અને નણંદ દ્વારા ગાળો આપી દહેજ ઓછું લાવી છે. ધરના રીનોવેશન અને ધંધા માટે 3 લાખ રૂપીયા માંગણી કરી માનસીક ત્રાસ આપી ધર માંથી કાઢી મુકતાં મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા મેંદા પ્લોટ મહેબુબ મસ્જીદ સામે પરણિતા ફોજીયા ઈરફાન તૈયબ દુર્વેશના લગ્ન થયાના સાત વર્ષથી આજદિન સુધી પતિ ઈરફાન દુર્વેશ, સાસુ-સસરા અને નણંદ દ્વારા ખોટી રીતે ગાળો આપી તુંં તારા બાપના ધરેથી દહેજ ઓછું લાવી છે. મારે 3 લાખ રૂપીયા ધરનું રીનોવેશન કરાવા તથા બીજો ધંધો શરૂ કરવા તારા બાપના ધરેથી રૂપીયા લઈ આવ તેમ કહી પરણિતાને ગડદાપાટુનો મારમારી માનસીક ત્રાસ આપી તેમજ મેણાંટોણા મારી દહેજની માંંગણી કરી ધર માંથી કાઢી મૂકી ગુન્હો કરતાં આ બાબતે ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી.