શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં આજે ૨.૬૩ લાખ કરોડનો વધારો

મુંબઇ,

આજે મંગળવાર ૨૭ સપ્ટેમ્બર શેબજારો સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)નો ૩૦ શેરનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ આજે ૩૬૧.૦૧ પોઈન્ટ અથવા લગભગ ૦.૬૦ ટકા વધીને ૬૦,૯૨૭.૪૩ પોઈન્ટ પર પહોંચ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શેરનો મુખ્ય સૂચકાંક નિફટી ૧૨૧.૭૫ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા વધીને ૧૮,૧૩૬.૩૫ પર બંધ થયો હતો. એફએમસીજી સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા છે. મેટલ, પાવર અને રિયલ્ટી સેક્ટરના શેરોમાં આજે ખાસ કરીને વધારો જોવા મળ્યો હતો. આ સાથે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ રૂ. ૨.૬૩ લાખ કરોડનો વધારો થયો છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઈઝેશન તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે સોમવાર, ૨૬ ડિસેમ્બરે રૂ. ૨૭૭.૮૬ લાખ કરોડથી વધીને રૂ. ૨૮૦.૪૯ લાખ કરોડ થયું હતું એ રીતે બીએસઇલિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. ૨.૬૩ લાખ કરોડનો વધારો થયો છે.

સેન્સેક્સના ૩૦માંથી ૨૫ શેરો આજે તેજી સાથે બંધ થયા હતા. ટોચના ૫ શેરો કે જેમાં આજે મહત્તમ વધારો જોવા મળ્યો છે, તેમાં અનુક્રમે ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, વિપ્રો અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. આ તમામ શેરો આજે ૧.૬૨ ટકાથી ૬.૧૦ ટકાના વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સના કુલ ૫ શેર આજે ઘટીને બંધ રહ્યા હતા. આમાં પણ હિન્દુસ્તાન યુનિલિવરમાં ૦.૮૩%નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય નેસ્લે ઈન્ડિયા આઇટીસી,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એનટીપીસી પણ આજે ૦.૨૧ ટકાથી ૦.૫૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.

બજારમાં મોમેન્ટમ પરત આવવા સાથે આજે લગભગ ૩૪૦ એવા શેરો હતા, જે બાઉન્સ સાથે તેમની અપર સકટ લિમિટને સ્પર્શી ગયા હતા. આ શેરોમાં ધાની સવસ, લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી, ટાટા ટેલિસવસિસ મહારાષ્ટ્ર, અદાણી વિલ્મર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સેન્ટ્રલ બેક્ધ ઓફ ઈન્ડિયા બેક્ધ ઓફ ઈન્ડિયા, સેંટમ ઈલેક્ટ્રોનિક્સ, જિંદાલ ફોટો, લેન્સર કન્ટેનર લાઈન્સ, કામધેનુ લિમિટેડ અને બિકાજી ફૂડ્સ ઈન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે લગભગ ૧૧૯ શેરો આજે એવા રહ્યા હતા, જેમાં ટ્રેડિંગ દરમિયાન લોઅર સકટ જોવા મળી હતી.

શેરબજારમાં આજે ઓછામાં ઓછા ૫૯ શેરો રહ્યા હતા, જે બીએસઇ પર છેલ્લા એક વર્ષની સર્વોચ્ચ સપાટીને સ્પર્શે છે. આ શેરોમાં દ્રોણાચાર્ય એરિયલ ઇનોવેશન્સ, એકાંશ કોન્સેપ્ટ્સ આઇસીઆરએ લિમિટેડ, ઇન્ડિયન લિંક ચેઇન મેન્યુફેક્ચર્સ, કર્ણાવતી ફાઇનાન્સ, રેતાન, સંદેશ લિમિટેડ, એસજી ફિનસર્વ, ઉષા માટન, વિન્ની ઓવરસીઝ અને કિર્લોસ્કર ફેરસ ઇન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ થાય છે. તે જ સમયે, આવા લગભગ ૩૫ શેરો હતા, જે આજે ટ્રેડિંગ દરમિયાન ઘટ્યા હતા અને એક વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા.