
પુણે,
ભાજપના લોક્સભાા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે દિશા સાલિયાનના મૃત્યુના કેસને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે દબાવી નાખ્યો હતો.અભિનેતા સુશાંત સિંહ રાજપુતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયાને ૮ જૂન, ૨૦૨૦ ના રોજ મલાડની બહુમાળી ઈમારતમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.સુશાંત સિંહ રાજપુત ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ તેના લેટમાં ફાંસી પર લટક્તી હાલતમાં મળી આવ્યો હતો.દિશા સાલિયાનનો કેસ મહાવિકાસ આઘાડી સરકારે દબાવી નાખ્યો હતો અને મેં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને વિનંતી કરી હતી કે આ કેસની વિગતો જાહેર કરો.
તેમણે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉતની આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે મહાવિકાસ આઘાડી સરકારે મારી સામે ૧૨ એફઆઈઆર નોંયા હતા, પરંતુ એકેયનો પુરાવો આપવામાં સફળ થયા નહોતા.