રાજકોટ,
રાણો રાણાની રીતે ફેઈમ દેવાયત ખવડ અને તેના સાગરીતોની મુશ્કેલીમાં વધારો થઇ શકે તેમ છે. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ અને તેના સાગરીતો વિરુદ્ધ શ્રેષ્ઠ ની કલમ ૧૨૦ ( બી ) નો ફરિયાદમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોર્ટમાં પોલીસ રિપોર્ટ કર્યાની અંદર ફરિયાદીની ઓફિસ પાસે ગુનાના આરોપીઓ દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ સહિત તમામ ત્રણેય આરોપીઓ રિમાન્ડ પૂર્ણ થયા બાદ હાલ અત્યારે જેલ હવાલે છે.
રિમાન્ડ દરમિયાન પોલીસે તમામ આરોપીઓને કાવતરું રચ્યું હતું કે, કેમ તે અંગે પૂછપરછ પણ કરી હતી. જોકે પૂછપરછ દરમિયાન દેવાયત ખવડ સહિત તમામ લોકોએ કાવતરું રચી હુમલો કર્યા બાબતે સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધું હતું. ત્યારે આરોપીઓ જેલ હવાલે થઈ ગયા બાદ પણ પોલીસ એક બાદ એક પુરાવા એકત્રિત કરી રહી છે. જે અંતર્ગત પોલીસે ગત વીસમી ડિસેમ્બરના રોજ કોર્ટમાં કાવતરાની કલમ ઉમેરવા માટે રિપોર્ટ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મયુરસિંહ રાણાની ઓફિસ નજીક જ આરોપીઓ રેકી કરી રહ્યા હોય તે બાબતના સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન મળી આવ્યા છે. સીસીટીવી સિવાયના પણ બીજા પુરાવાઓ ઉપરથી સ્પષ્ટપણે થાય છે કે, આરોપીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે પૂર્વ આયોજિત છે.સાતમી ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે દેવાયત ખવડ સહિત બે વ્યક્તિ હોય તેના પર હુમલો કર્યો હતો.
સમગ્ર મામલે દેવાયત સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અત્યારની પ્રયાસની કલમ સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. નવ નવ દિવસ સુધી એક પણ આરોપીને પોલીસ શોધી શકી નહોતી. તમામ આરોપીઓ સામે ચાલીને પોલીસમાં હાજર થયા હતા.