
લખનૌ,
યુપીના લખનઉમાં હેવાનિયતનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ એક પોલીસકર્મી પર ૫૦ વખત શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપી કાનપુર દેહાત પોલીસ લાઈનમાં તૈનાત છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લખનઉના એક વિસ્તારમાં રહેતી એક યુવતીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. તેણીએ જણાવ્યું કે, તે સંસ્થામાં કામ કરે છે. આ દરમિયાન તેની મુલાકાત કોન્સ્ટેબલ સુનીલ કુમાર સિંહ સાથે થઈ, જે પ્રયાગરાજના રહેવાસી છે અને કાનપુર દેહતમાં પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલ તરીકે તૈનાત છે.
સુનિલે જણાવ્યું કે તે અપરિણીત છે. આ પછી વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ અને રૂમમાં પણ આવવા-જવા લાગ્યો. આ દરમિયાન તેણે લગ્ન કરવાની વાત કરી હતી. તેની વાત સાંભળીને તે લગ્ન માટે તૈયાર થઈ ગઈ. આ પછી તે અવારનવાર રૂમમાં આવવા લાગ્યો હતો અને રાત્રી રોકાણ કરતો હતો. પછી જુદી જુદી રીતે લાલચ આપીને બળજબરીથી સંબંધ બાંધતો હતો. શારીરિક સંબંધ બાંધવા માટે રાજી ન થવા પર તે લગ્ન કરવાનું પ્રલોભન આપતો હતો અને ધમકી પણ આપતો હતો.વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આરામલક્ષી રૂમમાં આવતો હતો અને તેણે ૫૦થી વધુ વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. સુનીલ તેને પ્રભાવમાં રાખવા માટે પૈસા પણ આપતો હતો. આ સાથે તેણે તેના પરિવારના સભ્યો સાથે પણ વાત કરાવી હતી. તેનો મોટો ભાઈ અજય સિંહ ગુજરાતમાં નોકરી કરે છે. આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલતી રહી. આ કારણે યુવતી વધુ વિશ્ર્વાસ કરવા લાગી હતી પરંતુ યુવતીએ સુનીલને તેની સાથે લગ્ન કરવા કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી હતી ત્યારે તેનો વિશ્ર્વાસ તૂટી ગયો હતો.
પીડિતાનો આરોપ છે કે, જ્યારે પણ તે લિવ-ઈનમાં રહેતી હતી ત્યારે તે લગ્નની વાત કરતી ત્યારે તે ભડકી જતો હતો. લગ્નનો વિશ્ર્વાસ ટકાવી રાખવા તે અવારનવાર પોતાના ખાતામાં પૈસા મોકલીને પોતાના ભાઈઓ સાથે વાત કરાવતો હતો. તેના પરિવારના સભ્યો પણ લગ્ન માટે તૈયાર હતા.છેલ્લા એક મહિનાથી અચાનક બદલાઈ ગયો અને તે લગ્ન માટે ઈક્ધાર કરવા લાગ્યો. તેણે લગ્ન માટે દબાણ ઊભું કરતાં સુનીલે પોલીસ ખાતામાં પોસ્ટિંગનો પ્રતાપ બતાવી તેને ખોટા કેસમાં જેલમાં મોકલી દેવાની ધમકી આપી હતી. જ્યારે, ગુજરાતમાં મર્ચન્ટ નેવીમાં તૈનાત સુનિલના ભાઈ અજય સિંહ અને વિજય સિંહે પણ તેની સાથે દુર્વ્યવહાર કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈન્સ્પેક્ટર કૃષ્ણનગર વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પીડિતાનું કહેવું છે કે, તેણે સુનીલના પરિવારના સભ્યો સાથે પણ વાત કરી પરંતુ બધાએ ના પાડી. આ સાથે સુનીલે ધમકી આપી છે કે તે પોલીસમાં છે. તેને કંઈપણ નુક્સાન પહોંચાડી શકે નહીં. આ પછી પીડિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. FIR નોંધ્યા બાદ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.