નવીદિલ્હી,
ભાજપના રાજ્યસભા સાસંદ દુષ્યંત ગૌતમે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીની પોતાની સેના(પાર્ટીના નેતા અને કાર્યર્ક્તા)ને પણ જણાવે કે તેઓ શું લેય છે, જેના કારણે તેમને ઠંડી નથી લાગતી. રાહુલ જો રામ હોય, તો તેમની સેના કપડા વગર કેમ નથી ફરતી. કોંગ્રેસીઓએ તો કપડા વગર ફરવું જોઈએ. જેમ ભગવાન રામની સેના કપડા વગર ફરતી હતી. જો રાહુલ કોઈ પ્રસાદ ખાય છે, જેનાથી તેમને ઠંડી નથી લાગતી. તે પ્રસાદ વિશે પોતાની માતા અને બહેનને પણ જણાવવું જોઈએ કે કપડા પર આટલા પૈસા કેમ ખર્ચ કરે છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે સોમવારે મુરાદાબાદમાં રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી. ભારત જોડો યાત્રાના કોડનેટર સલમાન ખુર્શીદ યુપીમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને પહેલા સુપર હ્યુમન કહ્યા, પછી સીધા ભગવાન રામ કહી દીધા.અમરોહામાં પ્રેસ કોન્ફરન્સ પછી નસીમુદ્દીન સિદ્દીકી સાથે મુરાદાબાદ પહોંચેલા સલમાન ખુર્શીદે કહ્યું- દરેક વ્યક્તિની ક્ષમતા મર્યાદિત હોય છે. પરંતુ મને લાગે છે કે રાહુલ ગાંધીની ક્ષમતા અમર્યાદિત છે. તેઓ જે ઝડપે ચાલી રહ્યા છે અને જેટલા દિવસોથી ચાલી રહ્યા છે તેનાથી અમે થાકી ગયા છીએ. પરંતુ અમે આ કહી શક્તા નથી. તેમની પાછળ-પાછળ ચાલવું પડે છે. આટલી કડકડતી ઠંડીમાં પણ તે ટી-શર્ટ પહેરીને ચાલે છે જ્યારે અમે જેકેટ પહેરી રહ્યા છીએ. અમે જેકેટ પહેરીને પણ ઠંડીમાં ઠંડક અનુભવીએ છીએ. અમે ફક્ત એટલું જ કહીશું કે તે સુપર હ્યુમન છે.સલમાન ખુર્શીદે કહ્યું કે દેશમાં નફરતની રાજનીતિ થઈ રહી છે. લોકોના એક વર્ગને અન્ય દેશમાં જવા માટે પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આ થઈ શક્તું નથી. જેણે આ દેશ માટે પોતાનું લોહી અને પરસેવો આપ્યો છે, તેને જો કોઈ કહે કે તું બીજે ક્યાંક જા, તો તે માતા (દેશ)ની કોખનું અપમાન છે.
બીજેપી નેતા શહજાદ પૂનાવાલાએ ટ્વિટર પર સલમાન ખુર્શીદની ટિપ્પણીને હિંદુ આસ્થાના અપમાન તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે સલમાન ખુર્શીદે રાહુલની તુલના ભગવાન રામ સાથે કરી છે અને પોતાને ભરત કહ્યા છે, તેમનું નિવેદન ચોંકાવનારું છે. શું ખુર્શીદ બીજા ધર્મના ભગવાન સાથે કોઈની સરખામણી કરવાની હિંમત કરશે? રામજીના અસ્તિત્વને નકારવું રામ મંદિરને રોકવું અને હવે હિન્દુ આસ્થાનું અપમાન. શું જનોઈધારી રાહુલ ગાંધી આ વાત સાથે સહમત છે?
યુપીના મુરાદાબાદ સકટ હાઉસમાં કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું કે ભાજપ નફરત ફેલાવીને દેશને તોડવાનું કામ કરી રહી છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે બીજા દેશમાં જાઓ. આ દેશની માનસિક્તાને તોડવાનો પ્રયાસ છે. જ્યારે રાહુલ ગાંધીને ઉત્તર પ્રદેશને ઓછો સમય આપવાનો પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે રાહુલ ગાંધીની ક્ષમતા અમર્યાદિત છે. તે સુપર હ્યુમન છે. શિયાળામાં તેઓ ટી-શર્ટ પહેરીને બહાર જાય છે. તે કહે છે કે તેઓ તપસ્યા કરી રહ્યા છે. સમય કાઢીને ઉત્તર પ્રદેશ પણ આવી રહ્યા છે.