દેશમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૭૨ નવા કેસ

  • કોવિડ-૧૯ સામે લડતાં ૯૭,૪૯૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો, હાલમાં ૯.૪૦ લાખ એક્ટિવ કેસ

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૬૨ લાખને પાર થઈ ગઈ છે. જેની સામે ૫૧ લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. પરંતુ કોવિડ-૧૯ સામે લડતાં ૯૭ હજારથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૭૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.

આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૧૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૨,૨૫,૭૬૪ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૧ લાખ ૮૭ હજાર ૮૨૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ ૯,૪૦,૪૪૧ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૯૭,૪૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૭,૪૧,૯૬,૭૨૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૬,૬૮૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.