નવીદિલ્હી,
યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને લગભગ ૧૦ મહિના થઈ ગયા પણ યુદ્ઘ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેક્ધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ દરમિયાન ઝેલેક્ધીએ વડાપ્રધાન મોદીએ જી૨૦ની અધ્યક્ષતા પર શુભેચ્છા પાઠવી. તેમને ભારતનો સંયુક્ત રાષ્ટ્રની સામે સપોર્ટ કરવા માટે પણ આભાર માન્યો. તમને જણાવી દઈએ કે યૂક્રેન ઘણા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ‘અનૈતિક યુદ્ઘ’ અને શાંતિનો મુદ્દો ઉઠાવી ચૂક્યુ છે.
યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેક્ધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપી છે અને એ વાતની પુષ્ટી પણ કરી કે વડાપ્રધાન મોદી અને તેમની વચ્ચે વાતચીત થઈ છે. તેમને ટ્વીટમાં લખ્યું કે મારી વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત થઈ છે અને તેમને જી ૨૦ની અધ્યક્ષતાની શુભકામના આપી છે. આ મંચ પર મેં શાંતિ સૂત્રની જાહેરાત કરી હતી અને હવે હું તેના અમલીકરણમાં ભારતની ભાગીદારી પર વિશ્ર્વાસ કરું છું. મેં સંયૂક્ત રાષ્ટ્રમાં માનવીય મદદ અને સમર્થન માટે ભારતનો આભાર માન્યો.
ભારતે ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલા રશિયા-યૂક્રેન બાદ યૂક્રેનને જરૂરી દવાઓ અને ઉપકરણોથી માનવીય મદદનો ઘણા માલ મોકલાવ્યો છે. ભારતે વારંવાર રશિયા અને યૂક્રેની પક્ષો સાથે કૂટનીતિક અને સંવાદના રસ્તા પર પરત ફરવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીએ પણ બંને દેશોની વચ્ચે સંઘર્ષને પૂર્ણ કરવા માટે તમામ રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ કહ્યું હતું કે આજનો યુગ યુદ્ઘનો નથી.
જણાવી દઈએ કે જી ૨૦ સમિટ આગામી વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૩માં થશે. તેના માટે આ વર્ષે ડિસેમ્બરથી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સમિટ પહેલા ઘણી પ્રક્રિયા આ વર્ષે ચાલશે. જેમાં અલગ અલગ દેશના મંત્રી, ઘણા દેશોના સીનિયર અધિકારી અને સિવિલ સોસાયટીની વચ્ચે મીટિંગ્સ થશે. જી ૨૦માં ૧૯ દેશ અને યૂરોપીય સંઘ સામેલ છે. તેના સભ્યો વૈશ્ર્વિક જીડીપીના આશરે ૮૫ ટકા, વૈશ્ર્વિક વેપારના ૭૫ ટકાથી વધુ અને વિશ્ર્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતની જી૨૦ અધ્યક્ષતા હેઠળ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક ૧૩-૧૬ ડિસેમ્બરે મુંબઈમાં થઈ હતી.