લખનૌ,
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’માં સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી સામેલ થશે નહીં.આ બંને નેતાઓને રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું હતું. ઉલ્લેખનીય છે કે ’ભારત જોડો યાત્રા’ ૩ જાન્યુઆરીએ યૂપીમાં પ્રવેશ કરશે. કોંગ્રેસ પ્રવક્તા કૃષ્ણકાંત પાંડેયે કહ્યું કે યૂપીના તમામ વિપક્ષી દળના નેતાઓને આ યાત્રામાં સામેલ થવા માટે કોંગ્રેસ કમિટીની તરફથી આમંત્રણ મળ્યું હતું. કૃષ્ણકાંત પાંડેયે કહ્યું કે અખિલેશ યાદવ અને માયાવતીના સિવાય જે નેતાઓને યાત્રામાં સામેલ થવા આમંત્રણ મળ્યું છે તેમાં પૂર્વ મંત્રી શિવપાલ યાદવ, રાલોદ અધ્યક્ષ જયંત ચૌધરી, સુભાસપા અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર, ભાકપાના રાષ્ટ્રિય સચિવ અતુલ અંજાન અને બસપાના સતીષ ચંદ્ર મિશ્ર સહિત તમામ વિપક્ષી નેતાઓ સામેલ છે.
મળતી માહિતી અનુસાર સમાજવાદી પાર્ટીની સાથે પોતાના સંબંધો સુધારવાની તૈયારી કોંગ્રેસ કરી રહી છે કેમકે સમાજવાદી પાર્ટી જ યૂપીમાં બીજેપીને ટક્કર આપી રહી છે. ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં અખિલેશ અને રાહુલને સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના સંબંધોમાં થોડું અંતર આવ્યું. રાહુલ ગાંધીએ પોતે પત્ર લખીને અને ફોન કરીને અખિલેશને ’ભારત જોડો યાત્રા’માં સામેલ થવા કહ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીને આશા છે કે તે યૂપીના આ બંને તાકાતવર નેતાઓને પોતાની યાત્રામાં સામેલ કરીને વિપક્ષી એક્તાને મજબૂત કરશે પણ હવે સપા પ્રમુખ અને બસપા માયાવતીએ રાહુલ ગાંધીની યાત્રામાં સામેલ થવાની અટકળોને નકારી દેવાઈ છે. મીડિયા રિપોર્ટના અનુસાર આ જાણકારી મળી કે કોંગ્રેસ પાર્ટી યૂપીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા દિનેશ શર્મા પર પણ નજર છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધીની ’ભારત જોડો યાત્રા’ને લઈને ઓમપ્રકાશ રાજભરે કહ્યું હતું કે અમે ભારત જોડો યાત્રામાં સામેલ થઈ શકીએ છીએ પણ હાલમાં પાર્ટીને માટે કેટલાક વધુ પદાધિકારીઓની સાથે વાત કરવાની રહેશે. ’ભારત જોડો યાત્રા’ને લઈને આપણી પોઝિટિવ વિચાર સરણી છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીની આ સારી પહેલ છે. એવામાં આશા છે કે ભારત જોડો યાત્રામાં તેઓ પણ સામેલ થશે.