કરાંચી,
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લેતા પોતાના જ પૂર્વ ખેલાડી શાહિદ આફરીદીને અચાનક ચીફ સિલેકટર ચુંટવામાં આવ્યા છે. આફરીદી ઉપરાંત પૂર્વ પાકિસ્તાની ખેલાડી અબ્દુલ રજાક અને રાવ ઇફિતખાર અંજુમ પણ પસંદગી સમિતિનો હિસ્સો રહેશે.અફરીદીના ચીફ સિલેકટર બન્યા બાદ સોશલ મીડિયા પર તે ટ્રેંડ કરવા લાગ્યો અફરીદીએ લાંબા સમય સુધી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે યોગદાન આપ્યું છે અફરીદી પોતાની હરકતોના કારણે અવારનવાર ચર્ચામાં બની રહે છે. હવે એકવાર ફરીથી તે સોશલ મીડિયા પર ટ્રોલિંગનો શિકાર બની રહ્યો છે.આ વચ્ચે તેના એક સાથી ખેલાડીએ પણ તેની મજાક બનાવી છે.
હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ શાહિદ અફરીદીના ચીફ સિલેકટર બન્યા બાદ સોશલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.આ તસવીર તે સમયની છે જયારે શાહિદ લાંબા સમય સુધી ચર્ચમાં રહ્યાં હતો આ ફોટાની સાથે દાનિશ કનેરિયાએ દરેકવાળી ઇમોજી લગાવતા ચીફ સિલેકટર લખી કટાક્ષ કર્યો છે.આ ફોટો સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ તસવીર પર ભારત અને પાકિસ્તાનના પ્રશંસકો પણ પરસ્પર લડતા નજરે પડી રહ્યાં છે.
એ યાદ રહે કે દાનિશ કનેરિયા અને આફરીદીની વચ્ચે સંબંધો સારા નથી કનેરિયા હંમેશાથી અફરીદી પર એ વાતનો આરોપ લગાવી રહ્યો છે કે તેના કેરિયરને બરબાદ કરવામાં આફરીદીનો સૌથી મોટો હાથ રહ્યો છે.અનેકવાર મીડિયા સાથે વાત કરતા દાનિશ કનેરિયાએ અફરીદીને લઇ અનેક મોટા આરોપ લગાવ્યા છે.હવે તેનું આ ટ્વીટ ચર્ચામાં છે.દાનિશ કનેરિયાએ પાકિસ્તાન માટે ૬૧ ટેસ્ટ મેચોમાં ૨૬૧ વિકેટ લીધી છે તે એક સમયે પાકિસ્તાનના સારા સ્પિનરોમાં સામેલ હતો.