લંડન,
દુનિયામાં કોરોના વાઈરસે ફરી માથુ ઉંચક્યુ છે ત્યારે બ્રિટેનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે તે નવા વર્ષમાં નિયમિત રીતે કોરોના મહામારીના આંકડા પ્રકાશિત કરવાનું બંધ કરી દેશે, કારણ કે કારણ કે દેશ રસી અને દવાઓની મદદથી વાયરસ સાથે જીવવાના તબક્કામાં આગળ વધી રહ્યો છે. તેથી હવે તેની જરૂર નથી. બ્રિટેનની યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે તે મોસમી લૂ જેવા અન્ય સામાન્ય વાયરલ બીમારીઓની જેમ કોવિડ પર નજર રાખવાનું ચાલુ રાખશે. આ વર્ષે એપ્રિલ બાદ પ્રજનન દર અથવા આર વેલ્યુનો ડેટા એક મોનિટરિંગ ટૂલ તરીકે પખવાડિયામાં પ્રકાશિત થાય છે.
ઇએમઆરજીના અધ્યક્ષ ડો. નિક વાટક્સિેં કહ્યું મહામારી દરમિયાન આર વેલ્યુ અને વૃદ્ધિ દરે સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યવાહી અને સરકારના નિર્ણયો વિશે જાણકારી આપવા માટે એક ઉપયોગી અને સરળ સૂચક તરીકે કામ કર્યું. તેમને કહ્યું હવે જ્યારે આપણે રસી અને દવાઓની મદદથી કોવિડ ૧૯ની સાથે જીવવાના તબક્કામાં આગળ વધી રહ્યા છે તો ત્યારે દેખરેખમાં ઘટાડો થયો છે. તેમ છતાં અલગ અલગ સૂચકોના માધ્યમથી નજર રાખવામાં આવે છે. ત્યારે આ વિશિષ્ટ ડેટાના પ્રકાશનની હવે જરૂર નથી. ઈસ્ઇય્એ કહ્યું કે તેમની તાજેતરની વિગતવાર સમીક્ષાએ તારણ કાઢ્યું છે કે કોવિડ-૧૯ સંબંધિત ડેટાનું પ્રકાશન ૬ જાન્યુઆરી, ૨૦૨૩થી બંધ કરવામાં આવશે.
જણાવી દઈએ કે ચીને ઝીરો કોવિડ પોલિસીમાં પોતાના દેશમાં છુટ આપી દીધી હતી, જેનું પરિણામ આજે દુનિયાની સામે છે. ચીનમાં હાલમાં લાખો લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. ચીન અને જાપાન સહિત તાઈવાનમાં પણ દવાઓની અછત સર્જાઈ છે. ત્યારે ચીને ઘણા વિસ્તારમાં હોસ્પિટલમાં ઓક્સીજન અને બેડની અછત આવી ગઈ છે. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે જેટલુ બની શકે તેટલા લોકોના જીવ બચાવવાના પ્રયત્ન કરવામાં આવે.
જોન્સ હોપકિન્સ યુનિવસટીના ચેપ રોગના નિષ્ણાત ડૉ. સ્ટુઅર્ટ કેમ્પબેલ રે, બ્લૂમબર્ગ દ્વારા ટાંકીને જણાવ્યું કે, કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન વેરિઅન્ટ જેવું હોઈ શકે છે, સ્ટ્રેન્સનું મિશ્રણ અથવા તો સંપૂર્ણપણે અલગ પણ હોઈ શકે છે. ચીનની વસ્તી ઘણી મોટી છે અને બહુ ઓછા લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ છે. આ વાતાવરણમાં નવા પ્રકારો જન્મવાનો ભય વધુ છે.