અત્યાર સુધી અંધારામાં રહેલ પુરવઠા વિભાગે ગોધરાની આસપાસના ત્રણ બાયો ડિઝલ પંપોના ઈંધણના નમૂના લેવાયા

  • વધુ એક પંપને સીઝ કરવા સાથે નોટીસ આપીને કાયદેસર માન્યતાના દસ્તાવેજ રજૂ કરવા જણાવાયું.
  • એકાએક જાગેલ મામલતદાર ટીમે પંપોના સંચાલકો સામે કાર્યવાહી કરતા નાસભાગ.
  • અત્યાર સુધી ખેતીલક્ષી વપરાશ કરાઈ રહ્યો હતો.
  • ખેતી વપરાશ આડમાં કોર્મશીયલ ઈંધણ વપરાશ થઈ રહ્યાની બૂમ ઊઠી હતી.
  • પંપના સંચાલકોએ ગેરકાયદે ખિસ્સા ભર્યા હોવાની બૂમો બાદમાં તંત્રની કાર્યવાહી.

ગોધરા,
છેલ્લા કેટલાક સમયથી સરકારને અંધારામાં રાખીને ગેરકાયદે બાયો ડિઝલ પંપ કાર્યરત હતા. તે પૈકી પંચમહાલ જીલ્લાના ગોધરાની આસપાસના ત્રણ પંપો ઉપર પુરવઠા વિભાગે દરોડો પાડીને નમુના લેવાયા. આગામી સમયમાં આવી કાર્યવાહી કરવાની ચિમકીને લઈને ગેરકાયદે પંપ ચલાવનાર સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે. નમૂના લઈને લેબેારેટરીમાં તપાસ અર્થે મોકલી અપાયા છે.

ગતિ અને પ્રગતિ સાથે ઈધણનો સંબંધ છે. દિનપ્રતિદિન વપરાશ થતા હોવાને લઈને ભારત દેશ એક આંતરરાષ્ટ્રીય કક્ષા એ નામ ઉતરી આવ્યું છે. ઈંધણના વપરાશથી પર્યાવરણ તથા ખેતીને નુકશાન ન થાય તે માટે બાયોડીઝલ જેવું વપરાશને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. ખેડુતો આ ઈંધણ વાપરીને પોતાના ખેતરમાં ટ્રેકટર કે સિંચાઈ જેવી સુવિધાની આડમાં વપરાશ કરાતા ધંધાદારી કેરોસીન કે ડીઝલ કરી રહ્યા હતા. આ ખેતીને આડમાં ઘણા ખેડુતો પર્યાવરણને નુકશાન કરીને ગેરાયદે પણે આ ઈંંધણનું ગેરકાયદે પણ વેચાણ થઈ રહ્યું હતું. ખુલ્લેઆમ આવા બાયોડિઝલ ધંધાનું કામ કરતા હોવાથી અવારનવાર તપાસ કરવા તથા ગેરકાયદેસર સંચાલન કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી અધિકૃત કેન્દ્ર સરકારની ઈંધણ કંપનીઓના સંચાલકો દ્વારા માંંગણી કરાઈ રહી હતી. અત્યાર સુધી માત્ર ખેતીલક્ષી ઈંધણ વપરાશ કરવાની મંજૂરી ધરાવતા આવા પંપો સામે કાર્યવાહી કરવાની માંગ ઊઠી હતી. ત્રણ-ચાર દિવસ પૂર્વે ગુજરાત વિધાનસભા ગૃહમાં આવા બાયો ડિઝલને કોર્મશીયલ રાહે મંજૂરી આપીને દેખરેખ તથા તપાસ માટે જીલ્લા પુરવઠા વિભાગને સત્તા સુપ્રત કરાઈ છે. જેના ભાગ‚પે બુધવારના રોજ અત્યાર સુધીમાં અંધારામાં રહેતા પુરવઠા વિભાગની ટીમ કાર્યરત બનીને કાલોલ તથા ગોધરા તાલુકાની આસપાસના વિસ્તારમાં દરોડો પાડયો છે. જેમાં પોપટપુરા, ભામૈયા, ચિખોદરામાં ચાલતા પંપો ઉપર દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં મામલતદાર કક્ષાની ટીમના હાથે કોઈપણ દસ્તાવેજ કે પૂર્વ મંજુરી વિના કાર્યરત રહેતા હોવાનંું ધ્યાને આવતા તેઓને નોટીસ આપીને દસ્તાવેજ કે મંજુરી રજૂ કરવા માટે જણાવાયું છે. તથા ઈંધણના નમૂના લેવાયા હતા. ઘણા સમય બાદ પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા પંપ સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.

નાંદરખા પંપને સીઝ કરાયો..

કાલોલ તાલુકાના નાંદરખા પાસેથી પસાર થતાં હાલોલ-ગોધરા રોડ પરની સહયોગ હોટલ બાજુમાં આવેલ વેજલપુરના સર્વે નંબર ૧૩૩/૧ પૈકી ૧ જે બિન ખેતીનો હેતુ થી સિમેન્ટ પાઈપ અને બ્લોક બનાવવાના હેતુથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી. જેમાં દસ દિવસ પહેલાં જ ગેરકાયદેસર બાયોડિઝલ પંપ ઊભો કરી સાદીક તૈયબ ઈસુફ ગોરા દ્વારા ગેરકાયદેસર પંપ ચલાવાતો હોવાનું ગોધરા પુરવઠા વિભાગ ને જાણવાં મળતાં ગોધરા પુરવઠા મામલતદાર બાબુભાઈ પરમાર તેમજ એમ.સો.જી. પી.આઈ તેમજ કાલોલ નાયબ મામલતદાર પુરવઠા મનોજ મિશ્રા, નાયબ મામલતદાર પુરવઠા ગોધરા એમ.એસ.સુથાર, તેમજ વેજલપુર સ્થાનીક પોલીસ સંયુક્ત ટીમ દ્વારા હાઈવે ઉપર આવેલ બાયોડિઝલ પંપ પરથી ૪૮૦ લીટર જે રૂા. ૨૬,૪૦૦/- નો બાયોડિઝલ, બે ટેન્ક, બે આઉટલેટ સીઝ કરવામાં આવ્યું હતું.જે કોઈ રેકર્ડ વગર બે ટેન્ક અને બાયોડિઝલ નો કોઈ પણ પ્રકારના સ્થળ પરથી બીલ મળેલ ન હતો. જેનાં કારણે સંપૂર્ણ પંપ સીઝ કરી વધુ કાર્યવાહી જિલ્લા પુરવઠા વિભાગએ વધું કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હજૂ ૮ થી ૧૦ પંપો પ્રગતિમાં પુરવઠા વિભાગ અંધારામાં..

છેલ્લા કેટલાક સમયથી ખેતીલક્ષીના વપરાશ ધરાવતા બાયો ડિઝલ પંંપો કાર્યરત રહેવા સામે કાયદેસર તપાસની કાર્યવાહી કરવાની માંગ ઊઠી રહી છે. ગોધરા તથા આસપાસના ૮ થી ૧૦ આવા બાયો ડિઝલ પંપ બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. ત્યારે આવા પંપો એ કાયદેસર લાયસન્સ લીધું છે કે કેમ તે તપાસ અનિવાર્ય છે અને પુરવઠા તંત્ર અધિકારી અંધારામાં રહ્યા છે.

અમારી પાસે મંજુરીના દસ્તાવેજો નથી : DSO

આવા બાયો ડિઝલ પંપની પરમીશન ગુજરાત અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવે છે. ત્યારે ગાંધીનગર કક્ષાએથી દસ્તાવેજની મંજૂરી આપવામાં આવતી હોવાથી જીલ્લામાં કેટલા પંપ હયાત છે. તે તપાસનો વિષય છે. આજે એસ.ઓ.જી. પોલીસ તથા પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડીને ગેરકાયદે ચાલતા બાયો ડિઝલ પંંપના સંચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. અત્યારે તંત્ર પાસે કોઈ મંજુરીના દસ્તાવેજ નથી. ત્યારે આગામી સમયમાં પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાશે.

રિપોર્ટર : જયવીર સોલંકી