દે.બારીઆના વાડોદર ગામે કંપનીમાં વીજ કરંટ લાગતા 27 વર્ષિય કામદારનુ મોત

દાહોદ,

દે.બારીઆ તાલુકાના વાડોદર ગામે કંપનીમાં નોકરી કરતી વ્યકિતને કંપનીમાં વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ.

દે.બારીઆ તાલુકાના વાડોદર ગામે એક કંપની જેમાં વાડોદર ગામે ભારતમાલા હાઈવે પર આવેલા જી.એચ.વી.પ્રા.લિ.કંપનીમાં નોકરી કરતા રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રૂપાહેલી ખુર્દ ગામના 27 વર્ષના ગોપાલલાલ ભેરૂલાલ માલીને કંપનીના કામ કરતી વેળાએ શોર્ટ સર્કિટ થતાં વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ. આ સંબંધે મરણ જનાર ગોપાલલાલ માલીના પિતા ભેરૂલાલ હજારીલાલ માવીએ પીપલોદ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકના લાશનુ પંચનામુ કરી લાશને પી.એમ.અર્થે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી આ મામલે સીઆરપીસી 174 મુજબ અકસ્માતના મોતનો ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.