ગોધરા,
ગોધરાની ગ્રીન ઝોનની સીટી સર્વે નંબર 636/2 પૈકી 2 પૈકી 1 વાળી જમીન શરતોને આધિન બિનખેતીનો હુકમ કરવામાં આવ્યો હોય અને બિનખેતી હુકમમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. નગર નિયોજન મારફતે નકશો મેળવ્યા વગર પોતાના બનાવેલ ખાનગી નકશાના પ્લોટો પાડીને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શરતભંગ અને ગેરકાયદેસર રીતે લે-આઉટ પ્લાન વગર પ્લોટોનું વેચાણ કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી જમીન ખાલસા કરવામાં આવે તેવી માંંગ સાથે જીલ્લા કલેકટર, મામલતદાર ગોધરા અને સીટી સર્વેને લેખિત રજુઆત કરવામાં આવી છે.
ગોધરાની ગ્રીન ઝોન સીટી સર્વે વોર્ડ ગોધરા (બિનખેતી-1)ના સીટી સર્વે નંબર 636/2 પૈકી/ પૈકી 1 વાળી જમીન ખેતી હેડે આપેલ હતી. જે જમીન બિનખેતી પરવાનગી મેળવવા માટે જીલ્લા કલેકટર અરજી આવતાં જીલ્લા કલેકટર તરફથી બિનખેતી કરેલ આ જમીનના હુકમમાં અલગ-અલગ પ્રકારની શરતો મુકવામાં આવેલ અને હાલ આ જમીન સીટી સર્વે કચેરીમાં તબદીલ થયેલ છે પરંતુ સ્થળ ઉપર તેમજ રેકર્ડ ઉપર જોતાં ઈસમોએ બિનખેતીના હુકમની શરતો પૈકી કોઈપણ શરતોનું પાલન કરેલ નથી અને બિનખેતી માટેના જીલ્લા કલેકટર હુકમમાં દર્શાવેલ શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. તેમજ બિનખેતીની શરતોની અમલવારી કરવામાં આવતી નથી. આ ઈસમો દ્વારા સરકારની જોગવાઈઓનું પાલન નહિ કરી બિનખેતી હુકમની શરતોથી વિપરીત પોતાની મરજી મુજબનો નગર નિયોજન મારફતે કોઈપણ જાતનો નકશો મેળવ્યા વગર સ્થળ ઉપર પોતાના ખાનગી બનાવેલ નકશાના આધારે વેચાણ કામગીરી કરવામાં આવી છે અને સ્થળ ઉપર કોઈપણ જાતની નગર પાલિકાની પરવાનગી કે નકશો પાસ કરાવેલ નથી અને મનસ્વી રીતે જમીન ઉપર પ્લોટો પાડી તેનું બેરોકટોક વેચાણ કરી રહ્યા છે. આ જમીનમાં પાડવામાં આવેલ પ્લોટોના લે-આઉટ પ્લાન મંજુર કરાવેલ નથી. સરકારના કાયદાનો ભંંગ કરી રહ્યા છે ત્યારે શરતોને આધિન બિનખેતીના હુકમની અમલવારી ન કરવા બાબતે કાયદેસર કાર્યવાહી કરી જમીન ખાલસા કરવામાં આવે તેવી માંંગ સાથે પંચમહાલ જીલ્લા કલેકટર, મામલતદાર ગોધરાને લેખિત રજુઆત કરવામાં આવી છે.